Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ શરૂ થાય છે. એ અંતરની આડમાં મોરચા બાંધીને બેઠેલા કામ, ક્રોધ, મોહ, લોભરૂપી હૃદયસ્થ કષાયરિપુઓ સામે લડો, એને જીતો ને જય મેળવો. જગતને જીતી આવનારો જો જાતને જીતી ન શક્યો, પૃથ્વીનો વિજેતા જો પોતાનો વિજેતા ન બન્યો. તો એનો જય કમળના પત્ર પર રહેલા જળબિંદુ જેવો વિનશ્વર છે. આમ પૃથ્વીના વિશાળ પટ પરથી જંગાલિયત, કંગાલિયત ને કરુણાભરી આજ્ઞાનાવસ્થા ફેડવા “નમો અરિહંતાણં'નો રણનાદ ગાજે છે. આ રણનાદ જેટલો વ્યાપક રૂપમાં – અણિશુદ્ધ ને વિશુદ્ધ સ્વરૂપમાં – ભગવાન ઋષભદેવમાં જોવાય છે તેટલો અન્ય ચરિત્રોમાં નથી દેખાતો. લૌકિક જીવનના વિજયોની વિચારસરણી અને અલૌકિક જીવનના વિજયોની મૂળ ચાવી અહીં જેવી જોવા મળે છે તેવી બીજે જોવા મળતી નથી. આજના કાળે આવાં ચરિત્રોની ખાસ જરૂર છે. ભૌતિક જીવનની ઉન્નતિમાંથી આપણે ઘણા કાળથી રસ છાંડી દીધો છે. આધ્યાત્મિક ઉન્નતિનું સંસ્કારગ્રાહી, શુદ્ધ જીવન અનેક પ્રકારની રાજકીય ઊથલપાથલો ને પરદેશી સત્તાઓ સાથેના સંઘર્ષમાં રાજકીય પતન ને તે દ્વારા થયેલા સાંસ્કારિક પતનમાં આપણે ખોઈ બેઠા છીએ. આપણું હૃદય પુરાણું રહ્યું છે, આપણી બુદ્ધિ નવીન તરફ લાલચુ બની છે. હૃદય ને બુદ્ધિના આ અસમંજસ્યમાં બોબડી બે ખૂએ એમ આપણે બંને ખોઈ ચૂક્યા છીએ. અશ્રદ્ધા કે અંધશ્રદ્ધા, બે અન્તિમો તરફ આપણી સદા ગતિ રહી છે. એવી કપરી વેળાએ આ જીવનચરિત્ર ઘણું ઘણું કહે છે. શું કહે છે, એ શોધી લેવાનું કામ સહૃદય વાચકનું છે. એક વાત અત્રે સ્પષ્ટ કરી લેવાની જરૂર છે. આ ચરિત્ર લખતી વખતે મેં શ્વેતાંબરી, દિગંબરી ને વૈદિક અનેક કૃતિઓનો આશરો લીધો છે, છતાં હાર બનાવનાર માળા જેમ એક અખંડ હીરદોર પર ભાતભાતનાં ફૂલોની ગૂંથણી કરી હારનું નિર્માણ કરે, તેમ મેં કર્યું છે. મારા મનપ્રદેશમાં વર્ષોથી આસન જમાવી બેઠેલા દેવતાને, કાગળ ને શાહી જેવાં જડ સાધનોથી જન્મ આપતાં મારા ઉપર પણ ઘણું ઘણું વીત્યું છે : ને ન જાણે મારા હાથે એ મહાન દેવતાના ચરિત્ર પર શું શું નહીં વીત્યું હોય ! પણ આ વાતનો નિર્ણય તો કોઈ વિબુધ જન પર રાખવો ઉચિત છે. મને તો આમાંથી નીચેનાં સત્યો સાંપડ્યાં છે. “માનવ દેવથી મોટો ! દેવ એની પૂજા કરે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 330