Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ પંચું તપ તે રિમ' જેવો ઘાટ થયો. ભગવાન ઋષભદેવનાં જીવનના મર્મને પકડવા જેમ જેમ ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ એમાંથી જાણે યુગસંદેશ સુણાવતી હાકલો સંભળાવા લાગી. “જિજીવિષ બનો, જુદ્ધે ચડો, જય મેળવો. અરિના હંતાને -- વેરીના હણનારને વંદો ! (અત્રે યાદ રાખવા જેવું છે, કે એ મંત્રમાં અજાતશત્રુને વંદો એમ નથી : પણ શત્રુના હંતાને વંદો એમ છે.” શત્રુ વિનાનો કોઈ શરીરી હોઈ ન શકે, ને યુદ્ધ વિનાનું જીવન કલ્પી ન શકાય, એ એનો ભાવાર્થ છે.) એ શત્રુ એટલે – પ્રાથમિક અવસ્થામાં નજરે પડતાં માનવજીવનની ઘોર ખોદનાર વનજંગલોમાં જીવતા પ્રતિસ્પર્ધીઓ, માનવવંશને ભરખવા સદા તલસી રહેલા સ્થળ-જળના હિંસક શત્રુઓ, માનવતાને પાંગરતી કચડી નાખનાર પડોશમાં, પડખામાં કે ગ્રામ-નગર-પુરમાં વસતા વેરીઓ ! એની સામે જુદ્ધે ચઢો, જીત મેળવો, જય મેળવો !" જાણે કોઈ કવિ કહેતો – “ધરા પર મારે કોઈ શત્રુ નથી, કાયરો એ અહંકાર ધરતા, મર્દ કર્તવ્ય-સંગ્રામના જંગમાં, લાખ શત્રુને રક્ત નીતરતા.” અને ભયંકર શત્રુતાના એ મેદાનમાંથી આ રીતે માનવ-જીવનના જંગલી રોપને એ પ્રફુલ્લાવે છે, એને નિર્ભય કરે છે; એના પર જોતજોતામાં નવનવાં ફૂલ નવનવી સુગંધે મહેકી ઊઠે છે. અને વળી “નમો અરિહંતાણં'ની નવી હાક નવે સ્વરૂપે સંભળાય છે. ગંભીર એનો રવ છે, ઊંડો એનો અવાજ છે. જગત એકના એક આદેશને વળી નવા રૂપમાં નિહાળે છે. જગતના જહાજને જુદ્ધ ચઢાવનાર માલમી જાણે પાછા સઢ સંકેલતો દેખાય છે. સુકાન નવી દિશા તરફ ઘુમાવે છે, ને વળી નમો અરિહંતાણંનો રણનાદ ગજાવે “જુદ્ધ ચઢ; પણ કોની સાથે ? ન દેખાતા દુશ્મનોની સામે. અંતરંગના અરિઓ સામે !” પ્રત્યક્ષ શત્રુઓથી મુક્ત થયેલી માનવતાને એ હૃદયસ્થ રિપુઓ સાથે જંગ ખેલવા આવાહન કરે છે. અરે, આ તો તમારો જે જંગ ખેલાયો, એ સામાન્ય હતો; ખરો જંગ તો હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 330