Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ લાભાલાભ પણ જાણીતા છે. સરિતા જ ઉપયોગી છે ને સરોવર નિરુપયોગી છે, એમ પણ કહી શકાય તેમ નથી. સરિતાનાં નીર જ્યારે આછાં ને દુર્લભ થાય, ત્યારે સરોવર પોતાના સંચયથી તૃષાતુરની તૃષાને તૃપ્ત કરે છે. પણ એટલું ન ભૂલવું જોઈએ કે, એ સરોવ૨નાં મહાજળની શુદ્ધિ સરિતાનાં જળથી છે, ને સરોવ૨ ગમે તેટલું મોટું ને વિશાળ હોય, પણ સરિતાની વ્યાપકતાને અને શુચિતાને એ પહોંચી શકે તેમ નથી. અનેક સંપ્રદાયો ભલે હોય, પણ એ એક મહાન, વિશ્વતોમુખ, વિશ્વવત્સલ ધર્મના અનેકવિધ અંગરૂપ જ છે. 1 સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે, એને દરેક વ્યક્તિને પોતાનાં નિયત નંબરનાં ચશ્માંથી જ નિહાળવાની હોય છે, એને માપવા માટે એને પોતાનો જ નિશ્ચિત ગજ વા૫૨વાનો હોય છે, ને પોતાના ક્ષેત્રને યોગ્ય જ એનો વિસ્તાર સાધવાનો હોય છે; જ્યારે ધર્મમુક્ત પંખીની જેમ સ્વતંત્ર, નભોમંડળની જેમ વિશાળ ને ગંગા-જમનાનાં જળની જેમ સમન્વયકારી છે. ધર્મ અને સંપ્રદાય વિશે આટલી મનમાં ચોખવટ કરી લેનાર, સંપ્રદાયમાં સદા જીવવા છતાં સાચા ધર્મથી કદી વિમુખ થતો નથી, વિશ્વની કોઈ વિભૂતિના મૂલ્યાંકનમાં કદી પાછો પડતો નથી, ઝેર-વેરની દુનિયામાં એ સદા સત્યશોધક ને શાન્તચિત્ત રહે છે. એના દીપનાં અજવાળાં કોઈ અન્ય દીપનાં પ્રકાશ સાથે પ્રતિરોધ કરતાં નથી, સાંપ્રદાયિક દૃષ્ટિને અનુલક્ષીને લખાયેલાં, ભગવાન ઋષભદેવનાં શ્વેતાંબરી, દિગંબરી, વેદિક અને અબધૂતપંથી અનેક જીવનચરિત્રો મારા વાંચવામાં ને સાંભળવામાં આવ્યાં. કેટલાંક તો અનેક ઠઠેરા, અનેક ચમત્કારો, અનેક સાંપ્રદાયિક મોટાઈનાં વર્ણનોથી ભરચક્ક હતાં. દેવની પ્રતિમાને ફૂલશણગાર ને હીરામોતીથી છાવરી દેનાર ઘેલા પૂજારીની જેમ ત્યાં શણગાર જ માત્ર દેખાતા હતા ને પ્રતિમાનાં દર્શન આછાં થયાં હતાં. મેં એ ફૂલશણગાર, હીરામોતી દૂર હઠાવી પ્રતિમાનાં દર્શન કરવા યત્ન કર્યો ને દૃષ્ટિને જે લાધ્યું, તેથી તો ક્ષણવા૨માં મનને અજબ આકર્ષણ થઈ ગયું. અરે ! આવી છે આ વિશ્વતોમુખ વિભૂતિ ! એ દર્શન અદ્ભુત હતું. એમાં ૨જૂ થયેલો જિજીવિષુ જીવનનો ભવ્ય ચિતાર, માનવ અને માનવતાના વિકાસનું ભગીરથ ચિત્ર, જીવનની દરેક કળા ને દરેક દશાનો ઉત્થાનગામી ઉપયોગ, લૌકિક જીવનનો ઉદાત્ત આદર્શ રચવાની સાથે, પારલૌકિક કે જેમાં પારમાર્થિક જીવનની ઇતિશ્રી બતાવે તેવા જીવનનું હૃદયંગમ દર્શન. જીવનોત્થાનના મહામાર્ગો, જીવનવિકાસનાં અનોખાં દૃષ્ટિબિંદુઓ, જૈન બાળકને ગળથૂથીમાં અપાતા ‘નમો અરિહંતાણં’ મંત્રનો ૨જૂ થયેલો અનોખો મર્મ - આ બધાંએ ચિત્તને મુગ્ધ કરી દીધું, મનને અનેકવિધ કલ્પનાઓથી સભર કરી દીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 330