Book Title: Bhagavana  Rushabhdeva
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ એ વિશ્વતોમુખ વિભૂતિ (બીજી આવૃત્તિ પ્રસંગે માનવતાના મૂળ ધર્મોને સ્વીકારનાર સહુ કોઈની પૂજનીય પ્રતિભા ભગવાન ઋષભદેવનું ચરિત્ર આલેખતી આ એક સ્વતંત્ર નવલકથા છે. સમગ્ર આયે દેશવાસીઓ – પછી તે પ્રવૃત્તિ ધર્મના પાળનાર હોય કે નિવૃત્તિ ધર્મમાં માનનાર હોય, ઇહલોકિક ઉત્થાનમાં શ્રદ્ધા ધરાવનાર હોય કે પારલૌકિક વિજયોમાં માનનાર હોય, ભગવાન ઋષભદેવ સહુ કોઈની વંદનીય વિભૂતિ છે. દેશકાલની સીમાઓ, ધર્મ-સંપ્રદાયના વાડાઓ એને કદી છળ્યા નથી. જોવા જઈએ તો બ્રાહ્મણ શાસ્ત્રો એમનાં ગુણગાનથી છલકાતાં પડ્યાં છે. જૈનશાસ્ત્રો કદી એમના ચરિત્રવર્ણનથી થાક્યાં નથી; બીજા પણ અનેક ધર્મો એક યા બીજે રૂપે એ વિશ્વતોમુખ વિભૂતિને ઉપાસે છે, સ્તવે છે, પૂજે છે. એક આશ્ચર્યકારક નોંધપાત્ર બીના તો એ છે કે ભગવાન ઋષભદેવની અયોધ્યાને મુસલમાન શાસ્ત્રો પણ સૃષ્ટિના આરંભની બાબા આદમના જમાનાની નગરી બતાવે છે, ને પૃથ્વીના પહેલા પુરુષ બાબા આદમના બે પુત્રો “અયૂબ” ને “શીસની કબરો પણ અત્યારે ત્યાં દર્શાવવામાં આવે છે. જે હો તે હો – પુરાણકાળના ઇતિહાસનો ઘોર અંધકાર આપણને ઘેરીને ઊભો છે, પ્રામાણ્ય-અપ્રામાણ્યની વિકટ કેડીઓ સાચો માર્ગ સૂઝવા દે તેમ નથી, છતાં એટલું નક્કી છે, કે ભગવાન ઋષભદેવ એક વિશ્વતોમુખી પ્રતિભા હતા, ને એ જ કારણે પ્રાચીન કાળથી આજ સુધી કોઈ ને કોઈ રૂપે એમની પૂજા, ઉપાસના કે સેવા ચાલતી આવી છે. અલબત્ત, એક વાત દીવા જેવી સ્પષ્ટ છે, કે જેના હાથમાં વ્યક્તિ આવી એણે પોતાના મતસંપ્રદાયને યોગ્ય એના ચરિત્રને ઘડવા યત્ન કર્યો છે. જેને હાથ આ જીવન-સુવર્ણ આવ્યું, એણે મનગમતા ઘાટ ઘડવા યત્ન કર્યો છે : જેનોએ એમને અસિ, મસિ ને કૃષિના પ્રવર્તક કહી આદિ પૃથ્વીનાથને પ્રથમ ધર્મપ્રવર્તક (તીર્થનાથ) તરીકે સ્થાપ્યા, ત્યારે ભાગવતકારોએ એ એકડાની આગળ બીજો એકડો મૂકી – અગિયારમા અવતાર કલ્પી – “શતયજ્ઞકર્તા' બિરુદથી નવાજ્યા. નાના-મોટા પંથોએ પણ પોતાના આદ્ય પુરુષ તરીકે એમને સ્વીકાર્યા. ધર્મ અને સંપ્રદાયનો ગજગ્રાહ આજનો નથી; પુરાણ કાળથી એ ચાલ્યા કરે છે અને કદાચ ભિન્નરુચિ આ વિશ્વ-લોકમાં નાના-મોટા અંશે, એક-બીજારૂપે એ ચાલ્યા પણ કરશે. પણ એથી ડરવાની જરૂર નથી. સરિતા અને સરોવર જેમ બંનેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330