Book Title: Bhagavana Rushabhdeva Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ પ્રાકથન આ ગ્રંથના લેખક ભાઈશ્રી “જયભિખ્ખએ એ જ પ્રચલિત અને પરિચિત જીવનની કથા આ ગ્રંથમાં કહી છે. એમની શૈલી એટલી રસભરી અને વેગીરી છે કે જાણે પરિચિત છતાં તદ્દન નવી કથા વાંચતા હોઈએ એમ લાગે છે. એટલું જ નહિ, પણ જાણે કે તૂટક વાતના અંકોડા આપોઆપ મળી જતા હોય અને કથાનો દોર નવા નવા રંગ ધરતો થકો ગૂંથાતો જતો હોય એમ લાગે છે. જે વાત આપણે પહેલાં અનેક વાર સાંભળી હતી તે જયભિખ્ખના શબ્દોમાં નવાં જ રૂપરંગ ધરી ખીલી નીકળે છે. એ વખતે લેખકને એમ કહેવાનું મન થઈ આવે છે : ભાઈ, અમારી જૂની વાત ફરી કહેતાં મૂંઝાશો મા, એની એ જ વાત ફરી ફરીને કહેશો તોપણ અમને મુદ્દલ કંટાળો નહિ આવે. તમારા કથનની શૈલી જ એટલી રંગભરી છે કે અમારી એકની એક વાત પણ જ્યારે તમે બીજી વાર કહો છો ત્યારે જાણે કે એનાં રૂપરંગ છેક પલટાઈ જાય છે. કાલિદાસ, ભવભૂતિ ને બાણના જમાનામાં જેમ રાજસભામાં કોઈ પુરાણકથાનું પારાયણ ચાલતું અને છતાં શ્રોતાઓનો રસ બરાબર જળવાઈ રહેતો, તેમ તમારી કલમમાંથી નિર્ઝરતી કથા અમને ફરી ફરીને સાંભળવાનું મન થાય છે.” ભાઈ જયભિખ્ખું એક એક પ્રસંગ વર્ણવે છે, એમાંથી એક એક સુરેખ ચિત્ર ખડું થાય છે. માનવીના આદિ યુગનું સંવેદન, ગદ્યને પણ પદ્યની કોટીમાં લઈ જાય છે. તો યુગલિક જીવનની આ એક રોમાંચક કથા, પણ કથનની અકૃત્રિમ છટા એને કાવ્ય બનાવી દે છે. જૈન કથાનાં પાત્રો તેમજ પ્રસંગો જ્યારે આવાં સજીવ, પ્રાણવાન અને વિવિધરંગી બનશે ત્યારે પ્રાચીન જૈન સાહિત્યનો પુનરુદ્ધાર થશે – ત્યારે જ એ સાહિત્ય પોતાનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા શક્તિમાન થશે. – શ્રી સુશીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330