Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 3
________________ R મુનિવર કંડરિક ! કોક મુનિવરની દેશના સાંભળીને વૈરાગ્ય તો તમને ય થયો અને તમારા વડીલ બંધુ પુંડરિકને ય થયો. એક સાથે તમે બંને ચારિત્રજીવન અંગીકાર કરવા તૈયાર થઈ ગયા પરંતુ મોટાભાઈ સાથે સમજાવટ કરીને તમે સંયમમાર્ગે નીકળી પડ્યા અને રાજ્યની જવાબદારી નિભાવવા કમને પણ એ સંસારમાં રહી ગયા. સંયમજીવન અંગીકાર કર્યા બાદ તમે લાગી ગયા સ્વાધ્યાય અને તપમાં. સ્વાધ્યાયક્ષેત્રે તમે બની ગયા અગિયાર અંગના પારગામી તો તપક્ષેત્રે જાતજાતની તપશ્ચર્યાઓ પૂર્ણ કરીને સંયમજીવનને તમે ચમકદમકવાળું બનાવી દીધું. પણ, પૂર્વકૃતકર્મોના ઉદયે તમારું શરીર ઘેરાઈ ગયું કેટલાક રોગોથી. એક બાજુ શરીર તપથી કૃશ તો બની જ ગયું હતું અને એમાં રોગોએ શરીરને ઘેરી લીધું. સ્થિતિ એ આવીને ઊભી રહી ગઈ કે તમારા વડીલ બંધુ તમને વંદન કરવા આવ્યા અને છતાં તમને એ ઓળખી ન શક્યા. મારા ભાઈ મહારાજ ક્યાં છે?” તમારા ગુરુમહારાજને પૂછ્યું છે પુંડરિકે. “આ મારી સામે જે મુનિરાજ બેઠા છે એ જ છે તમારા ભાઈ મહારાજ' તમારા ગુરુ મહારાજનો આ જવાબ સાંભળી પુંડરિકે તમારી સામે જોયું છે અને એ સ્તબ્ધ થઈ ગયા છે. ‘મારા ભાઈ મહારાજના શરીરની આ હાલત? એમની કાયા આટલી બધી કૃશ ? આવી કૃશકાયા સંયમજીવનનું સુંદર પાલન શું થવા દેશે?” ‘ગુરુદેવ, એક વિનંતિ છે? “બોલો’ થોડાક સમય માટે મારા ભાઈ મહારાજને આપ મોકલો મારા રાજમાં. હું એમની સુંદર ભક્તિ કરીને એમના શરીરને બનાવી દઉં નીરોગી અને પછી એમને મોકલી આપે આપની પાસે.” વડીલ બંધુ પુંડરિકની વિનંતિનો સ્વીકાર કરીને તમારા ગુરુદેવે તમને પુંડરિકના રાજ તરફ વિહાર કરાવ્યો પણ ખરો અને જેવા તમે પુંડરિકના શહેરમાં પહોંચ્યા, પુંડરિકે તમને પોતાની શ્રેષ્ઠ એવી વાહનશાળામાં ઉતારો આપ્યો અને તમારી સુંદર સેવાભક્તિ ચાલુ કરી. રાજમહેલના રસોડાનાં રસભરપૂર અને પાછાં અત્યંત સ્વાદિષ્ટ દ્રવ્યોના સેવને તમારા શરીરને હૃષ્ટ પુષ્ટ અને નીરોગી તો બનાવી દીધું પણ એ સ્વાદિષ્ટ દ્રવ્યો તમારી દાઢે વળગી ગયા. તમે ત્યાંથી વિહાર કરવાનું નામ જ નથી લેતા. વડીલ બંધુ પુંડરિકને એનો કંઈક અણસાર આવી ગયો છે અને તમારી પાસે આવીને અવારનવાર એણે વિનંતિ કરવાનું ચાલુ કર્યું છે. હે પૂજ્ય મુનિવર ! તમે તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારે ય પ્રકારના પ્રતિબંધથી રહિત છો. શરીર તમારું અત્યારે સર્વથા નિરોગી થઈ ચૂક્યું છે એટલે હવે તમે વિહાર કરવા ઉદ્યત થતાં જ હશો. ધન્ય છે તમારા નિગ્રંથ જીવનને. હું તો અધન્ય છું, કેમકે ભોગરૂપી કાદવમાં ખૂંચેલો છું અને સતત કદર્થના પામી રહ્યો છું.' કંડરિક મુનિવર ! તમારી અનિચ્છા છતાં પુંડરિકની આ વિનંતિએ તમને વિહાર કરવા મજબૂર તો કર્યા છે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 100