Book Title: Baap re Baap
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ " ૬૧ ૬Ma[ I કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરીને ગુરુદેવ પાસે આવી ગયેલ સ્થૂલભદ્રસ્વામીને જ્યારે ‘કુરકુર ’ શબ્દથી વધાવ્યા ત્યારે સિંહગુફાવાસી મુનિવર ! તમારું મોટું પડી ગયું. તમારું અંતર એમના પ્રત્યેની ઈર્ષ્યાથી સળગી ગયું. સ્થૂલભદ્રસ્વામી આપના ગુરુદેવના ચરણમાં જેવા ઝૂક્યા, આપના ગુરુદેવ એમને વાત્સલ્યથી નવડાવી નાખતા બોલી ઊઠ્યા કે, ‘વત્સ, તેં તો દુષ્કર દુષ્કર કાર્ય કર્યું” અને ગુરુદેવના આ શબ્દોએ આપના મનમાં ધરતીકંપ સર્જી દીધો ! “ચાર ચાર મહિના પેટમાં વિગઈઓ પધરાવનાર સ્થૂલભદ્ર દુષ્કર દુષ્કરકારક અને ચાર ચાર મહિનાના ઉપવાસ ઝુકાવી ચૂકેલો હું દુષ્કરકારક? વેશ્યાને ત્યાં રંગમહેલમાં રહીને બધી જ જાતની અનુકૂળતાઓ ભોગવીને આવેલા સ્થૂલભદ્રસ્વામી દુષ્કર દુષ્કરકારક અને દરેક પળે જાન જ્યાં ખતરામાં હતો એ સિંહની ગુફા પાસે ઊભો રહેલો હું માત્ર દુષ્કરકારક જ? ઠીક છે. સ્થૂલભદ્ર આખરે તો મંત્રીપુત્ર છે ને? ગુરુદેવને મારા કરતાં એ વધુ વહાલા લાગતા હોય તો એમાં કોઈ નવાઈ નથી.” સિંહગુફાવાસી મુનિવર ! સ્થૂલભદ્ર પ્રત્યે તમારા મનમાં જાગી ગયેલા ઈષ્યભાવે, અનંતોપકારી તમારા ગુરુદેવશ્રી પ્રત્યે તમારા મનમાં કેવો દુર્ભાવ પેદા કરાવી દીધો છે અને એ દુર્ભાવે તમને ગુરુદેવ સામે બળવો કરવા કેવા તૈયાર કરી દીધા છે, એની વિગતો શાસ્ત્રના પાને વાંચ્યા પછી પ્રભુને પ્રાર્થના કરવાનું મન થઈ જાય છે કે - “હે પરમાત્મન્ ! તું મને ગુણનો માલિક મોડો બનાવજે. હું એ વિલંબને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઈશ પરંતુ ગુણદૃષ્ટિનો માલિક તો તું મને અત્યારે જ બનાવી દે કારણ કે એના વિના તો હું ય કદાચ સિંહગુફાવાસી મુનિવરના રસ્તે જ કદમ માંડી બેસીશ.”

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 100