Book Title: Avashyak Niryukti Part 07 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit PathshalaPage 15
________________ ૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) आह-'नेयाउयं 'ति नयनशीलं नैयायिकं, मोक्षगमकमित्यर्थः, नैयायिकमप्यसंशुद्धं-संकीर्णं नाक्षेपेण नैयायिकं भविष्यति इत्यत आह-संसुद्धं 'ति सामस्त्येन शुद्धं संशुद्धं, एकान्ताकलङ्कमित्यर्थः, एवंभूतमपि कथञ्चित्तथास्वाभाव्यान्नालं भवनिबन्धननिकृन्तनाय भविष्यतीत्यत आह'सल्लगत्तणं ति कृन्ततीति कर्त्तनं शल्यानि-मायाशल्यादीनि तेषां कर्त्तनं, भवनिबन्धनमायादिशल्यच्छेदकमित्यर्थः, परमतनिषेधार्थं त्वाह-सिद्धिमग्गं मुत्तिमग्गं' सेधनं सिद्धिः-हितार्थप्राप्तिः सिद्धेर्मार्गः सिद्धिमार्गः, मोचनं मुक्ति:-अहितार्थकर्मविच्युतिस्तस्या मार्गो मुक्तिमार्ग इति, मुक्तिमार्गकेवलज्ञानादिहितार्थप्राप्तिद्वारेणाहितकर्मविच्युतिद्वारेण च मोक्षसाधकमिति भावना, अनेन च केवलज्ञानादिविकलाः सकर्मकाश्च मुक्ता इति दुर्नयनिरासमाह, विप्रतिपत्तिनिरासार्थमाह 'निज्जाणमग्गं निव्वाणमग्गं' यान्ति तदिति यानं 'कृत्यल्युटो बहुलं' (पा० ३-३-११३) इति 10 वचनात् कर्मणि ल्युट्, निरुपम यानं निर्यानं, ईषत्प्राग्भाराख्यं मोक्षपदमित्यर्थः, तस्य मार्गो निर्याणमार्ग इति, निर्याणमार्ग:-विशिष्टनिर्वाणप्राप्तिकारणमित्यर्थः, अनेनानियतसिद्धिक्षेत्रप्रतिपादनपरदुर्णयनिरासमाह, निर्वृतिनिर्वाणं-सकलकर्मक्षयजमात्यन्तिकं सुखमित्यर्थः, निर्वाणस्य मार्गो નૈવિશ' – મોક્ષમાં લઈ જનારું આ પ્રવચન છે. શંકા : મોક્ષમાં લઈ જનારું હોવા છતાં પણ અસંશુદ્ધ હોય = સંકીર્ણ હોય = કલંકિત હોય તો ઝડપથી લઈ જનારું બનતું નથી. આવી શંકાનું 15 સમાધાન આપે છે – આ પ્રવચન સંશુદ્ધ છે એટલે કે એકાન્ત કલંક વિનાનું છે. શંકા : આવા પ્રકારનું હોવા છતાં કોઇક રીતે તથા સ્વભાવથી જ સંસારના કારણોને તોડવામાં સમર્થ નહીં હોય. તેથી કહે છે – “સત્તા ' – જે કાપે તે કર્તન. શલ્યો તરીકે માયાશલ્યાદિ જાણવા. આ પ્રવચન તે સંસારના કારણભૂત એવા માયા વિગેરે શલ્યોને કાપનારું છે. બીજાના મતોનો નિષેધ કરવા કહે છે – ‘સિદ્ધિમાં મુત્તમ' સિદ્ધિ એટલે હિતકર પદાર્થોની 20 પ્રાપ્તિ. તે સિદ્ધિનો જે માર્ગ તે સિદ્ધિમાર્ગ. મુક્તિ એટલે અહિતકર પદાર્થો અને તેના કારણભૂત એવા કર્મોથી છૂટકારો. તેનો જે માર્ગ તે મુક્તિમાર્ગ. આ પ્રવચન એ મુક્તિનો માર્ગ છે એટલે કે કેવલજ્ઞાન વિગેરે હિતકર એવા પદાર્થોની પ્રાપ્તિ કરાવવાદ્વારા અને અહિતકર એવા કર્મોનો ક્ષય કરાવવાદ્વારા મોક્ષને સાધી આપનારું છે. આ બંને વિશેષણોદ્વારા જે દુર્નય એવું માને છે કે “મુક્ત જીવો કેવલજ્ઞાનાદિ વિનાના અને કર્મસહિતના છે' તે દુર્નયનો નિરાસ કરાયેલો જાણવો, અર્થાત્ તેવા દુર્નયનું ખંડન થયેલું 25 સમજવું. આવા પ્રકારની બીજી પણ ખોટી માન્યતાઓનું ખંડન કરવા માટે કહે છે – નિષ્ણામ' જ્યાં જીવી જાય તે માન. અહીં કૃત્ય... સૂત્રથી ‘ા' ધાતુને કર્મ અર્થમાં ન્યુ પ્રત્યય લાગતા “યાન શબ્દ બન્યો છે. નિરુપમ એવું યાન તે નિયન અર્થાત્ ઇષ–ાભાર નામનું મોક્ષસ્થાન. તેનો માર્ગ તે નિર્યાનમાર્ગ, અર્થાત્ વિશિષ્ટ એવા નિર્વાણની પ્રાપ્તિનું કારણ. (અહીં અન્યદર્શનીઓએ માનેલા 30 મોક્ષસ્થાન કરતા આ મોક્ષસ્થાન વિશિષ્ટ હોવાથી નિર્વાણ માટે વિશિષ્ટ' વિશેષણ મૂકેલ છે.) આ વિશેષણદ્વારા જેઓ સિદ્ધિક્ષેત્રને અનિયત માને છે એટલે કે અમુક ચોક્કસ સ્થાને સિદ્ધિક્ષેત્ર છે એવું જેઓ માનતા નથી, તેવા દુર્નયનું ખંડન કરાયેલું જાણવું.Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 356