Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 13
________________ ૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं, तत्र शब्दपुनरुक्तम्-इन्द्र इन्द्र इति, अर्थपुनरुक्तम्-इन्द्रः शक्र इति, अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं, यथा-पीनो देवदत्तो दिवा न भुङ्क्ते बलवान् पट्विन्द्रियश्च, अर्थादापन्नं रात्रौ भुङ्क्त इति, तत्र यो ब्रूयात्-दिवा न भुङ्क्ते रात्रौ भुङ्क्त इति स पुनरुक्तमाह १०, व्याहतं' यत्र पूर्वेण परं विहन्यते, यथा-'कर्म चास्ति फलं चास्ति, कर्ता नास्ति च कर्मणा'5 મત્યાદ્રિ ૨૨, “ગયુમ્' અનુપાત્તિ, યથા– "तेषां कटतटभ्रष्टैगजानां मदबिन्दुभिः। प्रावर्तत नदी घोरा, हस्त्यश्वरथवाहिनी ॥१॥" इत्यादि १२, ‘क्रमभिन्नं' यत्र यथासङ्ख्यमनुदेशो न क्रियते, यथा 'स्पर्शनरसनघ्राणचक्षःश्रोत्राणामाः स्पर्शरसगन्धवर्णशब्दा' इति वक्तव्ये स्पर्शरूपशब्दगन्धरसा इति ब्रयात 10 રૂત્યાદ્રિ રૂ, “વામિન્ન' વનવ્યત્યય:, યથા વૃક્ષાવેત પુષ્યિતા: રૂલ્યાદ્રિ ૨૪, ‘વિમnિfમત્ર' (૧૦) પુનરુકત દોષ - અનુવાદ સિવાય શબ્દ અથવા અર્થનું ફરી કથન કરવું. તે પુનરુક્ત દોષ કહેવાય છે. (અનુવાદમાં ફરીવાર અર્થાદિનું કથન કરવા છતાં આ દોષ આવતો નથી.) (અથવા) – અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ અર્થનું પોતાના શબ્દથી ફરી કથન કરવું તે પુનરુક્ત દોષ કહેવાય, જેમ કે – શબ્દનું પુનરુક્ત આ પ્રમાણે – ઇન્દ્ર, ઇન્દ્ર (અહીં “ઇન્દ્ર' શબ્દ બે વાર 15 આવતો હોવાથી પુનરુક્ત દોષ આવે છે.) અર્થનું પુનરફત આ પ્રમાણે – ઇન્દ્ર, શક્ર (અહીં ઇન્દ્ર અને શક્ર બંનેનો અર્થ એક હોવાથી અર્થનું પુનરુક્ત થયું છે.) અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ અર્થનું સ્વશબ્દવડે પુનઃ કથન આ પ્રમાણે – શૂળ, બળવાન અને પટુ ઇન્દ્રિયવાળો દેવદત્ત દિવસે ખાતો નથી. અહીં અર્થપત્તિથી જણાય છે કે તે રાત્રે ખાય છે. (અન્યથા ધૂળ, બળવાન કેવી રીતે થાય ?) તેથી અહીં કોઈ એમ કહે કે – ‘દિવસે ખાતો નથી, રાત્રીએ ખાય છે. આ રીતે બોલનાર 20 પુનરુક્ત દોષને કહે છે. (કારણ કે દિવસે ખાતો નથી અને હૃષ્ટપુષ્ટ છે. એનાથી જણાય છે કે રાત્રીએ ખાય છે છતાં “રાત્રીએ ખાય છે' એ પ્રમાણે શબ્દથી કહેવું તે પુનરુક્ત છે.) (૧૧) વ્યાહત – જેમાં પૂર્વ કથન દ્વારા પછીનું કથન હણાતું હોય જેમ કે- (પહેલા કહ્યું કેન્) કર્મ છે, અને તેનું ફળ પણ છે. (પછી એમ કહ્યું કે) કર્મોનો કર્તા નથી. (અહીં જો કર્તા - ન હોય તો તેનું કર્મ થાય જ શી રીતે ? અને કર્મ ન હોય તો ફળની વાત જ ક્યાં રહી.) 25 (૧૨) અયુક્ત – યુક્તિયુક્ત ન હોવું તે. જેમ કે – તે હાથીઓના ગંડસ્થળથી નીકળેલા મદના બિંદુઓવડે જેમાં હાથી, ઘોડા, રથ તણાય એવી ઘોર નદી વહેવા લાગી. ૧ી વગેરે. (૧૩) ક્રમભિન્ન – જેમાં ક્રમ સાચવવામાં આવ્યો ન હોય તે. જેમ કે – સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્રેન્દ્રિયના વિષયો સ્પર્શ-રસ–ગંધ–વર્ણ અને શબ્દ એ પ્રમાણે ક્રમ બતાવવાને બદલે સ્પર્શ—રૂપ–શબ્દ–ગંધ–રસ એ પ્રમાણે ક્રમ વિના બોલે તે ક્રમભિન્ન દોષદુષ્ટ જાણવું. 30 (૧૪) વચનભિન્ન – વચનને બદલવું. જેમ કે – “વૃક્ષાવેતી પુષિતા:' અહીં વૃક્ષ શબ્દને દ્વિવચન છે જ્યારે “પુષ્પિતાઃ' શબ્દ બહુવચનમાં છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 418