Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 12
________________ સૂત્રના દોષો (નિ. ૮૮૧) पौर्वापर्यायोगादप्रतिसम्बन्धार्थमपार्थकं, यथा दश दाडिमानि षडपूपाः कुण्डमजाजिनं पललपिण्डः त्वर कीटके ! दिशमुदीचीं, स्पर्शनकस्य पिता प्रतिसीन इत्यादि ४, वचन-विघातोऽर्थविकल्पोपपत्त्या छलं वाक्छलादि, यथा नवकम्बलो देवदत्त इत्यादि ५, द्रोहस्वभावं द्रुहिलं, यथाયસ્ય બુદ્ધિત્ત નિઘ્યેત, હત્વા સમિત નાત્ । આજાશામિલ પટ્ટુન, નાસૌ પાપેન મુખ્યતે ફ્।।'' कलुषं वा गुहिलं, येन पुण्यपापयोः समताऽऽपाद्यते, यथा-' एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः' इत्यादि ६, 'निःसारं' परिफल्गु वेदवचनवत् ७, वर्णादिभिरभ्यधिकम् अधिकं ८, तैरेव हीनम् - ऊनम् ९, अथवा हेतूदाहरणाधिकमधिकं यथाऽनित्यः शब्दः कृतकत्वप्रयत्नानन्तरीयकत्वाभ्यां घटपटवदित्यादि, एताभ्यामेव हीनम् ऊनं यथा - अनित्यः शब्दो घटवत् अनित्यः शब्दः कृतकत्वादित्यादि ८- ९, शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तम् अन्यत्रानुवादात्, 10 (૪) અપાર્થક.− આગળ—પાછળનો કોઈ સંબંધ ન હોવાથી સંબંધ વિનાના અર્થવાળું જે સૂત્ર તે અપાર્થક કહેવાય, જેમ કે – દસ દાડમો, છ પૂડલા, (પાણી વગેરેનો) કુંડ, બકરાનું ચામડું, માંસનો પિંડ, હે કીડી ! ઉત્તર દિશા તરફ ઉતાવળે જા, સ્પર્શનકના પિતા, પ્રતિસીન (અહીં આપેલા શબ્દોનો પરસ્પર કોઈ જ સંબંધ નથી તેથી આવું સૂત્ર અપાર્થક કહેવાય છે.) (૫) છળ – જુદા જુદા અર્થો કાઢીને વચનનો નાશ કરવો તે છળ અર્થાત્ વાછળ વગેરે. 15 જેમ કે – નવકંબળવાળો દેવદત્ત (અહીં નવી કંબળ અથવા નવ (સંખ્યા) કાંબળ એમ બંને અર્થો નીકળતા હોવાથી આ વાક્ય છળદોષથી દુષ્ટ છે.) (૬) દ્રુહિલ – દ્રોહના સ્વભાવવાળું જે હોય તે. જેમ કે “આ સર્વ જગતને હણીને પંકવડે આકાશની જેમ જેની બુદ્ધિ લેપાતી નથી, તેને પાપનો બંધ થતો નથી |૧||” અથવા જે કલુષિત હોય તે દુહિલ, અર્થાત્ જેનાવડે પુણ્ય અને પાપમાં સમાનતાની બુદ્ધિ થાય. જેમ કે જેટલો ઇન્દ્રિયથી દેખાય છે તેટલો જ લોક છે (પરલોક જેવું કશું નથી,) વગેરે. 20 = (૭) નિસ્સાર – વેદના વચનોની જેમ જે નકામું હોય સાર વિનાનું હોય. (૮) અધિક – વર્ણાદિવડે જે સૂત્ર અધિક હોય તે. (૯) હીન – વર્ણાદિવડે જ જે હીન હોય (તે હીનદોષથી દુષ્ટ કહેવાય) અથવા હેતુઉદાહરણ જેમાં વધારે હોય તે અધિક. જેમ કે કાર્ય હોવાથી તથા પ્રયત્નજન્ય હોવાથી 25 શબ્દ અનિત્ય છે. જેમ કે ઘટ—પટ. (અહીં કાર્ય હોવાથી અથવા પ્રયત્નજન્ય હોવાથી એમ બેમાંથી એક કારણ આપવાથી જ પોતાની વાત સિદ્ધ થઈ શકે છે, એ માટે બે—બે હેતુઓ આપવાની જરૂર નથી. એ જ પ્રમાણે ‘ઘટ—પટ' ઉદાહરણમાં પણ બે માંથી એક જ પર્યાપ્ત હોવા છતાં અધિક ઉદાહરણ આપવું કે અધિક હેતુ આપવો એ અધિક દોષ છે.) હેતુ ઉદાહરણવડે જ હીન સૂત્ર એ હીન દોષવાળું કહેવાય. જેમ કે - શબ્દ ઘટની જેમ અનિત્ય 30 છે. (અહીં કારણ આપવામાં આવ્યું નથી. તેથી આ વાક્ય હેતુહીન હોવાથી દુષ્ટ છે), કાર્ય હોવાથી અનિત્ય છે. (અહીં ઉદાહરણ નથી.) વગેરે. - શબ્દ ૩ - - 5

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 418