Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પ્રકા વિE
*
જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ–શતાબ્દિ સ્મારક સમિતિની ઉત્પત્તિ તે સ્મારકમાં નાણું ભરનારાઓના તરફથી પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસરિના મુંબઈમાં ચાતુર્માસ નિમિત્તે રહેવાનું થયું ત્યારે તેમની પ્રેરણાથી નીભાઈ અને તેના ઉદ્દેશમાં પ્રથમ એ વાત નક્કી થઈ કે જે કંઇ કંડ થાય તેમાંથી આ શતાબ્દિ સ્મારક નિમિત્તે સ્વ. શ્રીમદ્ વિજયાનંદસૂરિજી અપરના આત્મારામજી મહારાજના જીવન અને કાર્ય સંબંધી તેમજ અન્ય ઉપયોગી વિષયો પરત્વે વિધવિધ લેખકેના હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લેખેવાળા એક સ્મારક-ગ્રંથ પ્રકટ કરે છે. આ ઉદ્દેશ અનુસાર સમિતિએ તે ગ્રંથના માનાર્થ સંપાદક તરીકેનું કાર્ય શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશાઈને સોંપ્યું, તેના રૂપરંગ ( get up ) સંબંધી સર્વ બાબત જેવાનું આનરરી કાર્ય શ્રીયુત સુશીલને ભળાવ્યું અને તેને મુદ્રિત કરવાનું કામ ભાવનગરના શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસને આપવાનો ઠરાવ કર્યો.
સમિતિના કરેલા ઠરાવ અનુસાર આ સ્મારક ગ્રંથ સંબંધી જે જે પત્રો, લેખો વગેરે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ, સંપાદક મહાશય અને ભાવનગરના પ્રેસ તરફથી યા પ્રત્યે આવતા ગયા તે તેને યોગ્ય સ્થળે સૂચના પ્રમાણે મોકલવામાં આવ્યા અને આ ગ્રંથ બાબતની બધી સગવડતા સમિતિ તરફથી કરવામાં આવી છે, અને તેમાં જરાયે હસ્તક્ષેપ કરવામાં આવ્યું નથી.
આ ગ્રન્થની ત્રણ હજાર નકલે છપાવવાને પ્રબન્ધ કર્યો છે. પૂજ્ય આચાર્યશ્રીએ, સંપાદક, રા. સુશીલે પ્રેસ માલિક શ્રી ગુલાબચંદ લલ્લુભાઈએ તથા અન્ય ગૃહસ્થાએ યથાશક્તિ અને યથામતિ પિતપોતાનું કાર્ય કર્યું છે અને તેને પરિણામે આ ગ્રન્થ સાદર વાચકે સમક્ષ રજુ કરવામાં આવે છે અને સુજ્ઞજને તેની યોગ્ય તુલના, પરીક્ષા અને કદર કરશે.
મુખ્ય કાર્યાલય : ૧૪૯, શરાફ બજાર,
મુંબઈ. તા. ૧૧-૫-૧૯૩૬.
લી. સેવક, જૈનાચાર્યશ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ
મારક સમિતિ તરફથી મગનલાલ મૂલચંદ શાહ
માનદ મંત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org