Book Title: Atmanand Prakash Pustak 050 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. .. પ્રકાશક –શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર . વીર સં. ૨૪૭૮. વિક્રમ સં. ૨૦૦૮. પુસ્તક ૫૦ મું, - ભાદ્રપદ :: તા. ૧૫ મી સપ્ટેમ્બર ૧૯૫ર : અંક ૨ જે. સામાન્યજિન સ્તવન. ( પ્રભુ તુજ શાસન અતિ ભલું એ રાગ.) પ્રભુ તારું દર્શન લાગે પ્યારું, પાપ ક્રોડે હરનારું રે; મનવાંછિત ફલ તે અપે, આનંદ ઉત્કૃષ્ટ દેનારું રે. પ્રભુ ૧ પ્રભુ તુજ મૂર્તિ મનોહારી, જોતાં દિલ હર્ષિત થાવે રે; જે નરનારી તુજ દર્શન કરે, તે વાંછિત સુખ પાવે રે. પ્રભુ ૨ દર્શન કરવાથી પ્રાપ્તજ થાય, વિનય વિવેકાદિ ગુણો રે; મેહ, માયા ને લોભ આદિ દૂર થાય એ અવગુણ રે. પ્રસુ૦ ૩ અતિ આવે છે. પ્રભુ તારા દર્શનને પ્રભાવ, વર્ણવતા નવિ આવે રે, જે પ્રભુ તારા દર્શન કરે, તે અવ્યાબાધ સુખ પાવે રે. પ્રભુત્ર ૪ તેનેજ સમ્યકવિની પ્રાપ્તિ થાય. જે વજ દર્શનમાં શ્રદ્ધા ધરાવે રે; મોક્ષનું અનંતગણું સુખ, જવાનમલ કહે તે પાવે છે. પ્રભુ ૫ પર્યુષણ કર્તવ્ય. (કવ્વાલી) અમે ક્રોધ સમાવીને, સૌ જીવ ખમાવીને; વળી મસ્તક નમાવીને, મિચ્છામિ દુક્કડ રહીશું. ૧ અમે સંયમ તપ પાળી, કલુષિત કર્મને બાળી; વળી સા દોષને ટાળી, પરમ આરાધના કરીશું. ૨ અમારી કાયા મન વાણી, કરે અહિંસાતણ લહાણું દયા વીર ધમ પછાણ, પર્યુષણને દીપાવીશું. ૩ ન દેવી કોઈના થઈશું, ન વિરોધી અમે બનશું; ક્ષમાનું સૂત્ર આચરશું, કષાયને શમાવીશું. ૪ અમે સત્ય ન્યાય ને નીતિ, સા જીવો તરફ પ્રીતિ; અમારા ધર્મની રીતિ, “અમર ” પ્રેમે પ્રસારીશું. ૫ –અમરચંદ માવજી શાહ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20