Book Title: Atmanand Prakash Pustak 038 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir == અનુવાદક : ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા, મહાકવિ શ્રી હરિચંદ્રવિરચિત શ્રી ધર્મશર્માલ્યુદય મહાકાવ્ય સમશ્લોકી અનુવાદ (સટીક). [ ગતાંક પૃષ્ઠ ૩૩ થી શરૂ ] વંશ સ્થ. તત્સ ગમે યુદ્ધ-ગણે જયશ્રીએ, કૃપા કર્ણોત્પલ શું નિયોજિને; પ્રતાપ-દીપ રિપુના બુઝાવિયા, અહો સલજજા નવસંગમે સ્ત્રીઓ. ૧૨ આકારના દર્શન માત્રથી પળે, ઇષ્ટાર્થથી અર્થિ કૃતાર્થ જે કરે; તે ભૂપના કર્ણ અતિથિ ના હવા, દુરક્ષરે બે કદી દેહિ એહવા. ૧૩ બલે કહી તે નૃપને ઉપાસવા, પ્રકંપવંતા કુલપર્વતે સમા; - ભૂપતણું ભેટપી ગજેશ્વરા, દ્વારે ઊભા તાસ મદાંબુ સારતા. ૧૪ રુધિર માતંગ ઘટાગ્રનું પતી, ભેટાર્તાની જે સુરતથિ યોધથી; એવી અસિ હેની સ્વશુદ્ધિ કારણે, ભજે પ્રતાપગ્નિ સમૃદ્ધ જે રણે. ૧૫ ૧૨. યુદ્ધરૂપ ગૃહમાં તેને સંગમ થતાં જયલક્ષ્મીએ કત્પલ ( કમલ ફૂલ ) જેમ તરવારને વ્યાપાર કરી શત્રુઓના પ્રતાપરૂપ દીવા બૂઝાવી નાંખ્યા. (રૂપક અલંકાર.) આનું અર્થાતરન્યાસથી સમર્થન કરે છે: અહો ! નવીન સંગમવેળાએ સ્ત્રીઓ લજજાયુક્ત હોય છે ! ૧૩. આકારના લેશ દર્શન માત્રથી જ જે ક્ષણમાં અર્થિજનને ઇષ્ટ પદાર્થડે કૃતાર્થ કરતા, એવા તે રાજાને દેહિ-આપ” એ બે દુષ્ટ અક્ષરો કદી પણ કાનનું અતિથિપણું પામતા નહિં-સંભળાતા નહિં. તાત્પર્યમાગ્યા પહેલાં તે ઈષ્ટ પૂરતો, એવો તે દાનેશ્વરી હતા. ૧૪. બલપ્રયોગ કરી તે રાજાને ઉપાસવા માટે રાજાઓ તરફથી ભેટરૂપે આવેલા મદઝરતા માતંગે તેના દ્વાર ખૂલતા હતા. અને તે પ્રકંપમાન થતા કુલપર્વતે જેવા લાગતા હતા. –ઉપમા. ૧૫. માતંગ-ઘટાઢનું રક્ત પીતી અને સુરતાથી સુભટોથી આલિંગન કરાતી, એવી તે રાજાની તલવાર પોતાની શુદ્ધિને અર્થે, રણસંગ્રામમાં સમૃદ્ધ-પ્રદીપ્ત થયેલ પ્રતાપરૂપ અશિનો આશ્રય કરતી. લેષ – માતંગ (1) હાથી, (૨) ચંડાલ. ઘટા સમૂહ, ઘટ=ધડો. સુરતાથી=સુરતઅર્થી, કીડાથી સુરતા+અથ દેવપણાના અથ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40