________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ ભાણજી ગુલાબચંદનો સ્વર્ગવાસ. ભાઈ ભાણજી માત્ર એક જ દિવસની બિમારીથી ગોંડલ શહેરમાં ૫૮ વર્ષની ઉમરે ભાદરવા શુદિ ૧૪ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ માયાળુ, મિલનસાર, શ્રદ્ધાવાન બંધુ હતા. ભાવનગરના મૂળ વતની હોવા છતાં, ગોંડલ રાજ્ય રેલ્વેની નોકરીમાં ઘણા વર્ષોથી જોડાયા હતા. ત્યાંના રેવે અધિકારીઓને ચાહ પણ સારા મેળવ્યો હતો. ઘણા વર્ષોથી આ સભામાં સભ્ય હતા. તેઓના સ્વર્ગવાસથી એક યોગ્ય સભાસદની ખોટ પડી છે. તેઓના સુપત્ની તથા સુપુત્રોને દિલાસા દેવા સાથે તેમના પવિત્ર આત્માને અનંત શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈચ્છીએ છીએ.
શ્રી વીશ સ્થાનક તપ પૂજા ( અર્થ સાથે)
( વિસ્તારપૂર્વક વિવેચન તથા મંડળ સહિત ) વિસ્તારપૂર્વક વિધિવિધાન, નેટ, ચૈત્યવંદન, રતવનો, મંડળ વગેરે અને સાદી સરલ ગુજરાતી ભાષામાં અર્થ સહિત અમેએ પ્રગટ કરેલ છે. વીશ સ્થાનક તપ એ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરાવનાર મહાન તપ છે. તેનું આરાધન કરનાર બહેન તથા બંધુઓ માટે આ ગ્રંથ અતિ મહત્વના અને ઉપયોગી છે. શ્રી વીશ સ્થાનક તપનું મંડળ છે તેમ કોઈ અત્યાર સુધી જાણતું નહોતું', છતાં અમે એ ઘણી જ શોધખોળ કરી પ્રાચીન ઘણી જ જુની તાડપત્રની પ્રત ઉપરથી માટે ખર્ચ કરી ફેટ-બ્લોક કરાવી તે મંડળ છપાવી આ બુકમાં દાખલ કરેલ છે. આ એક અમૂલ્ય ( મંડળ ) નવીન વસ્તુ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, લાઈબ્રેરી અને ઘરમાં રાખી પ્રાત:કાળમાં દર્શન કરવા લાયક સુંદર ચીજ છે.
ઊંચા કાગળ ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી સુશોભિત બાઈન્ડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે, છતાં કિંમત બાર આના માત્ર રાખવામાં આવેલી છે. પિસ્ટેજ અલગ,
શ્રી મ હા વી ૨ જી વ ન ચ રિ ત્ર.
( શ્રી ગુણચંદ્રમણિકૃત ) બાર હજાર લૈંક પ્રમાણ, મૂળ પ્રાકૃત ભાષામાં, વિરતારપૂર્વક સુંદર શૈલી માં, આગમે અને પૂર્વાચાર્યોરચિત અનેક ગ્રંથમાંથી દહન કરી શ્રો ગુણચંદ્ર ગણિએ સં'. ૧૧૩૯ ની સાલમાં રચેલે આ ગ્રંથ, તેનું સરળ અને ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગોના ચિત્રાયુક્ત સુંદર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાદડી' ગથી તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં પ્રકટ થયેલ શ્રી મહાવીર ચરિત્ર કરતાં વધારે વિસ્તારવાળા, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવા પ્રસંગે, પ્રભુના પાંચે ક૯યાણુકે, પ્રભુના સત્તાવીશ ભાના વિસ્તાર પૂર્વક વિવેચન અને છેવટે પ્રભુ એ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિષયો ઉપર બેધદાયક દેશનાઓનો સમાવેશ આ ગ્રં થમાં કરવામાં આવેલ છે. કિંમત રૂ. ૩-૦-૦ પટેજ જુદુ'.
લખાઃ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકનું વાર્ષિક લવાજમ, રૂા. ૧-૮-૦ પેસ્ટેજ ચાર આના અલગ.
For Private And Personal Use Only