Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેના ઐતિહાસિક સાહિત્ય. આ ગામથી ત્રણ માઈલ ઉપર ગુરૂ શિખર નામનું આબુનું મોટું શિખછે. ત્યાં દત્તાત્રયની પાદુકા છે, તેના દર્શન માટે ઘણા અન્ય લોકો આવે છે. ત્ય એક મોટે ઘંટ લટકાવેલ છે. તેના ઉપર સંવત ૧૪૬૮ નો લેખ છે. આ ઉંચ: સ્થાનથી ઘણે દૂર પ્રદેશો દેખાય છે અને તેથી જોનારને અપૂર્વ આનંદ થાય છે. આબુની બજારથી દોઢ માઇલ દક્ષિણમાં હનુમાનનું મંદિર છે. ત્યાંથી સાતહ પગથીયા ઉતર્યા પછી વશિષ્ઠ ઋષિનો આશ્રમ આવે છે. જ્યાં મા રૂષિને પ્રસિદ્ધ અગ્નિકુંડ છે. વશિષ્ઠ મંદિરની પાસે સૂર્ય, વિષ્ણુ, લક્ષ્મ ગેરેની મૂર્તિઓ છે. મંદિરના દ્વારની પાસેની દિવાલમાં એક શિલાલેખ છે. જે સંવત ૧૩૯૪ ના વેશાક સુદ ૧ નો છે. ચંદ્રાવતીના ચાહાન રાજા તેજસિંહ : પુત્ર કાન્હડદેવના સમયને તે છે. ત્યાંથી ત્રણ માઈલ પશ્ચિમમાં ગયા બાદ ગૌતમ રૂષિનો આશ્રમ છે. જ વિષ્ણુનુ મંદિર છે. તેમાં શિલાલેખ છે. જેમાં મહારાણા ઉદયસિંહને રાત્રે સમય સંવત ૧૬૧૩ વૈશાક શુદ ૩ નો છે. વાસ્થાનજી-આબુજીની ઉત્તર તરફ તલાવમાં શેરગાંવની તરફ બહુજ નીચે ઉતર્યા બાદ આ નામનું રમણીય સ્થાન આવે છે. જ્યાં ૧૮ ફુટ લાંબી ૧૨ ફુટ પહોળી છે છુટ ઉંચી એક બુક આવે છે. જ્યાં વિષ્ણુ વગેરેની મૂર્તિઓ છે. ઉપર જણાવેલા સ્થાને સિવાય આબુ પર્વત ઉપર તથા તેના તળાવ. અનેક પવિત્ર ધર્મસ્થાનો છે. એટલે કે જેમ જૈનદર્શનનું અપૂર્વ પ્રાચીન તીર્થ સ્થાન છે તેમ અન્યનું પણ તે તીર્થ સ્થાન છે. આ આબુજીના જૈનમંદિર વસ્તુપાળ તેજપાળે બંધાવી પ્રતિષ્ઠા કર્યા પછી ચંદ્રાવતીના રાજા સેમસિંહદેવ અને પુત્ર શ્રી કાન્હડદેવ આદિ સમસ્ત આ દેવાલય ની સંભાળ અંદગી તક રાખવા માટે અને પોતાની સંતતિને પણ તે પ્રમાણે આજ્ઞા જેમાં કરેલ છે એવું એક શાસનપત્ર તે વખતના ચંદ્રાવતીની સમગ્રપ્રજા, અચલેશ્વર, વશિષ્ઠકુંડ, દેલવાડા, શ્રીમાતા–મહબુગામવાગ્રામ, રાસાગામ, ઉતરછગામ, સિહગામ, સાલગામ, હિજીગામ, આખીગામ, ધાંધલેશ્વર, કેટર આદિ બારગામના રહેનાર સ્થાન પતિ, તપોધન, ગુગલી બ્રાહ્મણ, રાકીય આદિ સમસ્ત પ્રજાવર્ગ આ કાર્યમાં સંમત હોવાથી કરી આપેલ છે જે આ મંદિરપરા શિલાલેખમાં તેનું વર્ણન છે. મંત્રી તેજપાળના મંદિર પાસે ભીમસિંહનું મંદીર છે. જેમાં શ્રી ઋષભદેવની પ્રતિમાજી પીતલમય છે. તેના ઉપર લેખ છે, જે સંવત ૧૫૨૫ ના ફાગુન સુદી ૭ શનીવારને છે, જે ગુજરાતના અમદાવાદ નિવાસી શ્રીમાળી જ્ઞાતી રાજમાન્ય મંત્રી મંડળના પુત્ર ગદાએ પિતાના કુટુંબ સહિત ૧૦૮ મણ પ્રમાણુવાળી પરિ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30