Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન-તુલનાત્મક દ્રષ્ટિએ. કવિ હતા તેઓ જૈનધર્મનું યથાર્થ પાલન કરતા હતા અને ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હતા. દરેક વણશ્રમનો મનુષ્ય જેનધર્મનું પાલન કરતા હોવા છતાં પોત નાની ફરજો બજાવે જતું હતું એમ જૈન ઈતિહાસ સારી રીતે સાક્ષી આપી રહ્યા છે, પરરાજ્ય ચકથી રાજ્ય અને પ્રજા ઉભયનું સંરક્ષણ કરી સ્વધર્મને પણ જાવી રાખ્યાના અનેક રાજાઓના છાતે મેજુદ છે. જેનેના તીર્થક ક્ષત્રિય કfમાં જન્મ લે છે અને રાજ્યનું પાલન કરી છેવટે સન્યાસ ગ્રહણ કરે છે. ખુદ સેમા તીર્થંકર શાન્તિનાથ પ્રભુ ચકવતી હોવાથી તેમને છ ખંડને દિગવિજય કરવા માટે લાંબે વખત સુધી વિદેશમાં જવું પડ્યું હતું. જૈન દર્શન તરફના આ આપનો પરિહાર કરતા અમારે કહેવું જોઈએ કે પ્રસ્તુત આય કરનારાઓને જૈન ઐતિહાસિક અવલોકનનો પિતામાં અભાવ સુચવે છે. જૈનદર્શન એક એવા સમર્થ આત્મબળવાળું દર્શન છે કે જે મનુષ્યને નિમાલ્ય ન બનાવતા તેને સ્વાવલંબન ( Self-reliance નો મુખ્ય સિદ્ધાંત શીખવે છે અને તે સાથે જ ક્ષત્રિય વીરને છાજે તેવી ક્ષમાં રાખવાનું પણ સૂચવે છે, નવયુગના ઉત્પાદક મહાત્મા ગાંધીજી પણ પોતે કબુલ કરે છે કે મારું જીવન ઉચ્ચ થયું હોય, શાંતિ અને ક્ષમાશીલ થયું હોય તે તે શ્રીમદ રાજચંદ્ર પાસેથી જણલા જેના દર્શનના તત્વોને આભારી છે. આ ક્ષમા નબળાઈની નથી. કિન્તુ આત્મબળમાંથી પ્રકટેલી છે. જૈન દર્શનનું સાહિત્ય એટલું બધુ વિપુલ અને વિસ્તીર્ણ છે કે કેટલીક સંસ્થાઓ તરફથી અત્યાર સુધીમાં જે ગ્રંથ-સમૃદ્ધિ બહાર પાડવામાં આવી છે તે ઉપરથી તે ક૯પી શકાય છે. પાશ્વયુદય કાવ્ય, યશસ્તિલક રાપુ વગેરે કાવ્ય ગ્રંથો સમ્મતિ તર્ક, સ્યાદ્વાદ રત્નાકર, અનેકાંત જયપતાકા, પ્રમેય રત્નકશિ વિગેરે ન્યાય, યોગ બન્દુ, ગદષ્ટી, સમુચ્ચય વિગેરે યોગ બંછે અને જ્ઞાનસાર. અધ્યાત્મસાર અને અધ્યાત્મ કરપદ્મ વિગેરે આધ્યાત્મિક અનેક ગ્રંથ સમૃદ્ધિ મોજુદ છે. પાતંજળ યોગદર્શન ઉપર શ્રીમદ યશોવિજયજીની ટીકા વગેરે જેન વિદ્વાનોની વ્યાપક દષ્ટિ સૂચવે છે. આનંદગિરીકૃત શંકરદિગવિજયમાં જૈન દર્શનના તર અને માન્યતાનાં સંબંધમાં જેનોને નાસ્તિક ઠરાવી અનેક ભૂલો કરવામાં આવી છે જેને વિસ્તાર કરા અત્રે અપ્રસ્તુત છે. ભાગવતના પાંચમા સ્કંધમાં રૂષભદેવે દિગંબર બની જનધર્મની સંસ્થાપના કરી–એવા જે કે ઉલ્લેખ નથી, છતાં તેના ઉદાહરણને જોઈ અહત નામના રાજાએ પાખંડ મતનો પ્રચાર કર્યો એમ જણાવ્યું છે, આ રીતે જે કે ભાગવત ઉપરથી જ સિદ્ધ થાય છે કે રૂષભદેવ જૈનધર્મના સંસ્થાપક હિવા જોઈએ. પરંતુ બીજી દષ્ટિએ તે તે ગ્રંથના પ્રણેતાઓએ કેટલી કેટલી ગંભીર ભૂલો કરી છે અને અનુયાયી વર્ગને કેટલો આડે રસ્તે દોર્યો છે તે પણ ખુલ્લુ થાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30