Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. થઈ જાય છે. દરેક રાસમાં મુખ્ય પાત્ર સંસાર ત્યાગી તેમણે સ્વર્ગ કે મેક્ષ સુખની પ્રાપ્તિ કર્યાનું જણાય છે કે જે દરેક જીવને તે મેળવ્યા સિવાય છુટકે નથી. મોક્ષગામી ઉરચ પાત્રનેજ કવિશ્રી મૂળ ગ્રંથમાંથી મુખ્ય પાત્ર તરીકે રાસમાં પસંદ કરે છે, અને ખરેખરા સદ્વર્તનશાળી ઉચ્ચ કોટિના પાત્રને જ સદગુણશાળી બનાવવાને કવિને આશય સ્તુતિ પાત્ર અને ઉપકારક છે. જૈન કવિશ્રીના અનેક રાસોમાંથી કેટલાક જેમકે વિમળ મંત્રીશ્વરનો રાસ, કુમારપાળનો રાસ વિગેરેમાં ઐતિહાસિક જ્ઞાન આપવાનો ચગ્ય પ્રયત્ન થયે છે, એટલે રાસમાં માત્ર મહાત્માઓના જીવનવૃત્તાંત નથી, પરંતુ એતિહાસિક સાહિત્ય પણ આવેલ છે. તેની સાથે વ્યવહારનું જ્ઞાન, તિષ, સામુદ્રીક શાસ્ત્રનું જ્ઞાન, પણ કિંચિત્ કિંચિત્ જણાય છે. વળી મહાત્મા શ્રીકૃષ્ણજી વિગેરે યાદો જેનધમી હતા. વલભીપુરના રાજા શીલાદિત્યના દરબારમાં પણ જૈન મહાત્માઓ ધર્મ સબંધી સંવાદ કરતા હતા. વનરાજ ચાવડાથી માંડીને વિશલદેવ વાઘેલા અને રાજા કુમારપાળ સુધીનો ઈતિહાસ તપાસીએ તો તેમાં જૈન મુનિઓ અને જેન મંત્રીઓ અનેક થઈ ગયા છે તે દેખાય છે, આવા રાસા જૈન મહાત્માઓ ઉપરાંત જૈન ગૃહસ્થાએ પણ લખી ગુજરાતી સાહિત્યમાં આભવૃદ્ધિ કરી છે. જેથી એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મ નીતિના સિદ્ધાંત તરફ જન સમૂહને વાળી શકાય તેવા પાત્રો આગમ સૂત્રોમાંથી પસંદ કરી, તેમના વર્ણને બતાવવાને પ્રયત્ન પણ આ રાસમાં કરવામાં આવ્યો છે, આમ છતાં કિંચિત પણ કોઈપણ મહાશયે જેન ગુજરાતી સાહિત્યને અત્યાર સુધી પુરતો ઈન્સાફ આખ્યા નથી તેથી તેતરફ જન સમાજનું લક્ષ જોઈએ તેટલું ખેંચાયું નથી. જેન કવિઓ કે જેની કૃતીથી ગુજરાતી ભાષા ગુજરાતમાં જન્મ પામ્યાનું જેન ઈતિહાસથી પ્રથમ માન ધરાવે છે, એમ જણાય છે, અને તે ગુજરાતી ભાષા ગુજરાતી કવિતાની ભાષામાં (કવિતાઓમાં) સવી, નયરી, વિગેરે જુની ગુજરાતી ભાષાના શબ્દોનો ઉપગ થયેલો હોવાથી તેને હાથ પણ અડાડ્યો નથી ઉપરાંત તેને ગુજરાતી ભાષાના સાહિત્યમાંથી તેને બહિકાર કરવાનું કોઈપણ રીતે વ્યાજબી નથી. જો કે આપણું આ ગુજરાતી સાહિત્ય પરિષદનું લક્ષ તેના ઉપર કેટલાક વખતથી ગયેલ હોવાથી જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં પણ મોટો ફાળો આપ્યો છે એમ હવે કેટલાક સાહિત્ય પ્રેમી સાક્ષર બંધુઓને જણાયું છે તેથી ખુશી થવા જેવું છે. હાલમાં માત્ર ગુજરાતી પાંચ ધોરણ ભણી અંગ્રેજી સ્કુલે અને આગળ કોલેજમાં દાખલ થઈ, ભણી અને ઉપાધિ મેળવનાર કેટલાક ગુજરાતી બંધુએ કહે છે કે હાલમાં વિદ્વાનની સંસ્કૃતમય ગુજરાતી ભાષા અમારાથી સમજતી નથી, તેટલા ઉપરથી તેવા વિદ્વાનેની તેવી કૃતિ વાંચવાથી દૂર રહેવાય નહિ, તે પછી તેનાથી ગુજરાતી ભાષાને પણ ગુજરાતી ભાષા સાહિત્ય ન કહેવું એમ બને જ નહીં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30