Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષા સાહિત્યમાં જેન રાસાઓનું પ્રથમ સ્થાન. ર૬૭ પ્રથમથી જ જૈન સાહિત્ય તરફ બેદરકારી બતાવવામાં આવી ન હોત તો ગુજરાતી સાહિત્યને પરિપુષ્ટ થવાની જોગવાઈ ક્યારની મળી ગઈ હોત; પરંતુ આમાં કેટલેક અંશે જૈન કેમ પણ પોતાના તેવા પ્રમાદ માટે ઠપકાપાત્ર છે. કેટલાક વિદ્વાને કહે છે તેમ જેન ગદ્ય, પદ્ય સાહિત્ય તે માત્ર તેમના ધર્મને લગતું હોવાથી ગુજરાતી ભાષાના અભ્યાસીઓનું લક્ષ તેના તરફ ખેંચાયું નથી તે પણ તેઓનું અજાણ પણું સુચવે છે. ગુજરાતી ભાષાના પ્રથમ જકાળમાં જેન મુનિઓ અને જૈન મંત્રીએ દશ ન દેતા જણાય છે. જેનોના સંપૂર્ણ ઉદયકાળમાં જ્યારે બીજાઓ તેઓ તરફ જુદા ભાવથી જોતા હતા, ત્યારે એ જૈન મહાપુરૂષ બીજાએ તરફ ઉદાર ભાવથી વર્તતા હતા, એમ ગુજરાતનો જે તે ઈતિહાસ અને આવા રાસો તપાસતાં જણાય છે; એટલું જ નહીં પરંતુ તે તે પ્રસંગોએ મુનિઓએ સાહિત્ય, રાસે, કાવ્ય, ઈતિહાસ અને ઉપદેશક ગ્રંથ લખી ગુજરાતના સાહિત્યની વૃદ્ધિ કરી છે. તેમજ જૈન ગૃહો વસ્તુપાળ-તેજપાળ જેવા અમાત્ય વગેરે એ પણ લખી સાહિત્યમાં અભિદ્ધિ કરી છે જેથી એમ જણાય છે કે ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ માટે અને ધર્મનીતિના સિદ્ધાંતોના સમાજમાં પ્રચાર માટે અસાધારણ શ્રમ લઈ બીજાઓ માટે અનુકરણ્ય દ્રષ્ટાંત મુકયું છે. તેવું જેન સાહિત્ય હજુ પણ અપ્રગટ અવસ્થામાં જ્યાં ત્યાં પડી રહી ઉદ્વઈને બતાવી દેવાને કે પ્રમાદવશ તેને અયોગ્ય નાશ થવા દેવાને આ જમાનો નથી. અત્યારના બ્રિટીશ રાજ્યમાં તે સંરક્ષિત હોવાથી તેને જલ્દી પ્રગટ કરવાનું કાર્ય જૈન દર્શ નન મુનિએ અને શ્રીમાને જલ્દી મુખ્યત્વે કરીને હાથ ધરશે એમ અમે નમ્ર ભાવે સૂચન કરીએ છીયે. ઉપર જણાવેલ રાસાઓ જેન ઉપાશ્રય ધર્મના સ્થાનમાં આજે પણ ચામાસાના–નિવૃત્તિના–દિવસેમાં તેમજ કેટલેક સ્થળે ઉનાળાના લાંબા દિવસોમાં પણ બપોરન વખતે મુનિ મારાજાઓ કે જાણકાર જન ગ્રહ વાંચે છે અને અનેક શ્રોતાઓ શ્રવણ કરે છે. જૈન શાસ્ત્રો આગમે વાંચવા-વિચારવા કે સમજવાનું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોવાથી તેઓના લાભ માટે ધર્મનીતિનું સરળ રીતે શિક્ષણ આપનારા આવા રાસે આ દેશમાં રચનાર મહાપુરૂએ તેવા ચાર પાંચ વર્ષનો ભૂતકાળ તપાસતાં જનસમૂહ ઉપર મહદ ઉપકાર કર્યો છે એમ સહજ જણાય છે. ગુર્જર ભાષાની સ્થિતિ પ્રદેશમાં જેને કવિઓ સારી રીતે દીપી ઉઠ્યા છે. આવા રાસમાં આવેલી તેમની કવિતાઓએ અનેક રંગે દેખાડ્યા છે. અનેક દાખલા દ્રષ્ટાંત આપી દાન-શીલ-તપ-ભાવના-અહિંસા-સત્ય-બ્રહ્મચર્ય, સર્વ જીવ પ્રત્યે મૈત્રી-કરૂણુ-પ્રમોદ અને માધ્યસ્થપણું વિગેરે બાબતને મહીમાં બતાવવા કવિવરેએ સારો શ્રમ લીધો છે. આ બાબતમાં ધ્યાન ખેંચવું જોઈએ કે શ્રી નરસિંહ મહેતા, પ્રેમાનંદ, દયારામ કે ભાલણ કવિની કે તેના બીજા ગુજરાતી કવિઓની કી એ ધર્મ ને આગળ રાખીને રચાય છે, એક શામળ ભટ્ટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30