Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ શ્રી આત્માનંદ પ્રકાશ. સિવાય બીજ જુના ઘણાખરા કવિઓની કવિતા પોતાના ધર્મને જ લગતી છે. પિતા પોતાના ધર્મને લગતી કવિતાઓને પણ ગુજરાતી ભાષામાં સ્થાન મળવું જ જોઈએ. ઘણુંખરૂં સંસ્કૃત કવિઓનું અનુકરણ કરી અસલના ગુજરાતી કવિઓ પોતાની કવિતાઓ રચી ગયા છે અને તેમાં ઘણે ભાગ ધર્મ સંબંધી છે. આપણે ભારત વર્ષમાં ધર્મ ભાવ ને આત્મવાદનું પ્રાબલ્ય હોવાથી જેઓ ધર્મ સંબંધી કવિતા લખે છે તેજ કવિતા, કથા, રાસ વગેરે આ દેશની પ્રજા પછી તે પોતે ગમે તે ધર્મ પાળતી હોય તેને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે અને તેથી તેઓ પરંપરાએ અમર થાય છે. જેથી આટલી હકીકત નિવેદન કર્યા પછી સ્પષ્ટ સમજાશે કે ધર્મ વિષ લખાયેલી કવિતાઓ પણ ગુજરાતી ભાષા સાહિત્યમાંથી જેમ બાતલ કરી શકા નહિં તેમ તેપણ ગુજરાતી સાહિત્યમાં અમુક સ્થાન ભોગવતી હોવાથી ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિના અંગે પૈકીનું એક મુખ્ય અંગ છે! ! ! ચારિત્ર્ય બંધારાગુ. લેખક-શિષ્ય, પ્રિય વાંચનાર! તારે તારૂં ચારિત્ર્ય વિચારપૂર્વક અને સત્વર શુદ્ધિ કરવાની શી જરૂરિયાત છે, તેને તારા હૃદયમાં કોઈવાર પ્રશ્ન થાય છે ખરો અને થાય છે તે તેને તું શું જવાબ આપે છે? ભાઈ ! ચારિત્ર્યનો વિકાસ કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જ્યાં સુધી ચારિત્ર્ય સારૂં થતું નથી ત્યાં સુધી સુખ, ખરું સુખ, મળતું નથી તેમજ અંતરાત્મામાં શાંતિ પ્રાપ્ત થતી નથી. તેમજ જીવનમાં ચારિત્ર્યનો વિકાસ કરવો એ ધર્મ છે, એ ફરજ છે, એ કર્તવ્ય છે, એ દષ્ટિબિંદુથી પણ જોવાની જરૂર છે. તું કોઈ અમુક હેતુને ખાતર જીવે છે, અને તારા અંતઃકરણના ઉંડાણમાં તે બાબતની કંઈ ઝાંખી ખાત્રી છે. તું એક અમુક બાબતની શોધમાં છે. જે બાબતની ન્યૂનતાને લીધે તારા જીવનમાં પૂર્ણ શાંતિ થતી નથી, તને જીગગીમાં સંતેષ મળતો નથી. દિન પ્રતિદિન તારા ભાવિના સંયોગો તું ઘડતો જાય છે, તેમજ જન્મે જમે તારા મહાન ભાવિના સંગે પણ તું ઘડતે જાય છે, અને તે ઘડામણું આ જીંદગીના બનાવમાં તેમજ ભૂતકાળની અંદગીના બનામાં અને થોડી ઘણું હવે પછીની જીંદગીના બનાવમાં થતી ગઈ છે, થતી જાય છે અને થતી જશે. તારા નાનકડા ભાવિને તેમજ તારા મડાન ભાવિને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30