Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન માટે પોતે આર્થિક ફાળો આપી ઉતારા, ભજન વગેરે સગવડ કરી આપી હતી, તે માટે સર્વે ધન્યવાદને પાત્ર છે. દેવટે આ પરિષદનું કાર્ય હાથ ધરી પાર ઉતારવા, ઠરાવો વગેરે ઘડવા, તેમજ પરિષદુ વ્યવરિત રત ફતેહમદ ઉતારવા, બંધુ જીવણચંદભાઈ સાકરચંદ જેઓ ન સાહિત્યરસિક અને પોષક છે તેઓએ ઘણેજ પારશ્રમ ઉઠાવેલ છે, અને રીપોર્ટ તપાસતાં તેમના સહાયક તરીકે પડખે ઉભા રહી કાર્યમાં સતત્ ભાગ બંધુ મણિલાલ મોહનલાલ પારે પણ લીધેલ જણાય છે, તેથી એ બંધુઓ પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હવે પછી આવતે વર્ષે અને પછી દર વર્ષે સાહિત્ય પરિષદ જુદે જુદે સ્થળે ભરાય અને માત્ર આ એકજ વિષય હાથમાં રાખી ચચી, જેના વિશાળ સાહિત્યને બહાર લાવવા પ્રયત્નો કરે એવી પરમાત્માની પ્રાર્થના કરીએ છીયે. આ સંબંધી અમારા વિચારો હવે પછો જણાવીશું. ગ્રંથાવલોકન તરંગવતી–અર્થાત ભગવાન શ્રી મહાવીર દેવના શાસનની એક સાથ્વીની ' આદરભૂત આત્મકથાઉપરની બુક અમને અવલોકનાથે ભેટ મળેલ છે. આ પંથ મૂળ પ્રાકૃત અષામાં શ્રી પાદલિપ્તાચાર્યો લખેલે આ ગ્રંથની પ્રસ્તાવનામાં કહેવામાં આવે છે, તે સમયે આ કથા સહૃદય વિદ્વાનોના સુકુમાર મનને ગંગાના કલોલે માફક નચાવ્યા કરતી હતી. આ મૂળ કૃતિ તો આજે કોઈપણ સ્થળે ઉપલબ્ધ નથી, પરંતુ મૂળ કથાના સારરૂપે પાછળથી શ્રી નેમિચંદ્ર ગણિએ સંક્ષેપથી રચેલ ક નવિન કૃતિ છે. જે આખા ય પ્રાયઃ ૧૬૪૪ પ્રાકૃત આર્યામાં રચેલે હાલ મોજુદ છે. જેનું નામ તરંગલે લા છે. આમાંની એક પ્રતિ જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન પ્રો. જેઠાબાને રા. રા. કેશવલાલ પ્રેમચંદ મોદીએ મેકલેલ, તેમણે તે પ્રતિ પે નાના મિત્ર ડો૦ લયમાનને આપી; આ ગ્રંથ તેમને રસદાયક લાગવાથી પોતાના હાથે આખા ગ્રંથની નકલ કરી શુદ્ધ કરવાનો આરંભ કર્યો અને આખા ગ્રંથનો જર્મન ભાષામાં પ્રથમ ઉત્તમ અનુવાદ કરી પ્રશ્ન કર્યો. એ જર્મન ભાષાને અનુવાદ સરસ કાવ્યભરી ભાવ.માં થયેલ હોવાથી કથા વ તુ પણ ભાવપૂર્ણ ભારતીય આદર્શ હોવાથી, યુરોપમાં તેના તરફ લક્ષ પંચાતા યુરોપમાં પણ યુપી ભાષામાં ભાષાંતર થયાં. આ જર્મન અનુવાદ પ્રકાશક પાસે આવતાં પહેલાં શાંતિ નિકેતનમાં રહેતાં શ્રીયુતુ નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલને હાથ તે ભાષાંતર આવવાથી તેમણે ગુજ. રાની ભાષાંતર કર્યું. તેજ આ ગ્રંથ પ્રકાશક બબલચંદકેશવલાલ પ્રેમચંદ મેદી તરફથી પ્રકટ થયેલ છે. આ ગ્રંથમાં પ્રોઇ ડોકટર લેયમેનની જર્મન પ્રરતાવનાનો ગુજરાતી અનુવાદ આપવામાં આવ્યો છે ને ભાવવાહી હાઈ ખાસ વાંચવા જેવું છે. આ ડિ- લયમન અસલ કૃતિ લખાયાને સમય બીજી કે ત્રી) સદી જણાવે છે. આ તરંગવતી સાથીજી મહારાજનું ચરિત્ર ખરેખર આદર્શ ભૂત છે. તેમનું સંસારીણાનું ચરિત્ર સ્ત્રીરત્નને શોભે તેવું અને દરેક ગૃહિણીને અનુકરણ કરવા જેવું છે. સાહિત્યભક્તને અને ધમરોધક અને માનસશાસ્ત્રીને તે ખાસ ઉપયોગી થઈ પડે તેવું છે. આ ગ્રંથમાં સતી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30