Book Title: Atmanand Prakash Pustak 021 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી ભાષા સાહિત્યમાં જૈન રાસાનું પ્રથમ સ્થાન. ર૬પ જોઈએ છીએ કે તે બધામાં અદ્દભુત સંકલના શ્રોતાઓના મનને ચમત્કાર ઉત્પન્ન કરાવે છે તેથી કવિઓ તે કારણે લોકશ્રદ્ધાને પીછાણી શક્યા હશે એમ સમજાય છે. મંત્ર સિદ્ધિ, સુવર્ણ સિદ્ધિ, રત્નાદિકના ચમત્કારી ગુણે, ભૂત પ્રેતાદિકને અદ્દભુત ક્રિયાઓ, આકાશ ગમન, વૃક્ષાદિનું એક ઠામથી બીજે ઠામ ઉડી જવું ઇત્યાદિ અનેક કથાઓ એવા રાસાઓમાં વર્ણવેલી છે. ધર્મ અને સુનીતિને કેવો ગાઢ સંબંધ છે તે જૈન કવિઓના લખાયેલા રાસો ઉપરથી પણ માલમ પડી ઉપર પ્રમાણે રા. બ. કાંટાવાળાએ જૈન પાસેના સંબંધમાં તે રાસની કથા સરિત અને મનોરંજક હોય છે, તેમ કહ્યું છે, તેમાં તે તે અમારા અભિપ્રાયને મળતા છે, પરંતુ કપિત છે કે કંઈ સત્યતા યુક્ત છે, તેમાં તેઓશ્રી શંકાશીલ જોવાય છે; તો તે સંબંધમાં મારે જણાવવું જોઈએ કે, જેમ મિમાંસક દર્શનના મુખ્ય શાસ્ત્ર વેદ ઈશ્વર પ્રણિત હાઈ, તેમાં આવેલ કથાઓ સત્ય હોઈ શકે, તેમ જૈન ધર્મના મૂળ સૂત્રે ( આગમ ) કે જે તિર્થંકર ભગવાને પ્રરૂપેલા હોઈને આ ન રાસો તે આગમોના કથાનકે માંથી પદ્ય રૂપે ઉદધૃત થયેલા હોવાથી તે સપ્રમાણ છે. હાલમાં તેવા રા સુમારે પણ ચારસો હાથ આવ્યા છે, છતાં બીજા રાસ પણ ભંડારમાં પડેલા હોઈ અને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તે બનવાજોગ છે; એટલે જે આ બધા રાસે પ્રગટ થાય તો અનેક કાવ્યદેહને તે સંગ્રહમાંથી બહાર આવી શકે. જૈન દર્શનમાં શ્વેતાંબરી અને દિગમ્બર એમ બે મુખ્ય ભેદ છે. થતાંબરીમાં મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી એમ બે ભેદે છે. જેવાતા રાસ સંગ્રહમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન મહાત્માઓની કૃતિના ઘણા રાસ છે. જ્યારે સ્થાનકવાસી કૃત ધર્મ સીંહજી, ધર્મદાસજી, ખોડીદાસજી, જેમલજી ઋષી, તિલકષી, જેઠમલજી અને હમણું થઈ ગયેલા શ્રી ઉમેદચંદ્રજી ઈત્યાદિ મુનિઓએજ થોડા રાસ લખી ગુજરાતી સાહિત્ય વૃદ્ધિની દિશામાં કંઈક પ્રયત્ન કર્યો છે, તેમ મારે કહેવું જોઈએ. કવિતા જેવી ચીજ સારા રણમાં ગવાતાં ઘણું જીવોને પ્રિય થયેલ છે. ગાયનથી મનુષ્ય તેમજ પશુઓનું પણ ચિત્ત લલચાય છે. જેથી કવિતા તરફ રૂચિ કરાવી ભકિતને નીતિના રસ્તે દોરવાનું કાર્ય આવા મનોરંજક રસભરિત રાસાવડે જેને મહાત્માઓએ કરેલું હોય તેમ ચેકસ જણાય છે. શાસ્ત્રોના વાંચનનું બાળ જીને કઠિન કાર્ય હોવાથી આવા રાસે વાંચવાથી તે વધારે પ્રિય થઈ સંગીતના રસ સાથે બંધ પામી શકે છે. કેટલાક રસ વાંચતાં તેના મહા પુરૂષોએ તર્ક અને કવિત્વ શકિતને એટલી બધી સરાણે ચઢાવી હોય છે કે તે વાંચતાં તે પુરૂના બુદ્ધિબળની પરીક્ષા સ્વાભાવિક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30