________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ.
વળી ઋષભપ્રભુ અને અરિષ્ટનેમિની સ્તુતિ પણ તેજ ગ્રંથમાં જોવામાં આવે છે. અશ્વેદ જે હિંદને સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે તેના વર્ગ ૧૬ અધ્યાય ૬ ના પ્રથમ અષ્ટકમાં જેનેના બાવીશમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિનું નામ દષ્ટિગોચર થાય છે.
પશુઓના યજ્ઞયાગાદિમાં જ્યારે આર્ય જનતા વિશેષ અનુરક્ત થઈ હતી. ત્યારે “ અહિંસા પધર્મ:” નો મુખ્ય ફેલાવો કરી લગભગ ૨૪૫૦ વર્ષ પૂર્વે શ્રી મહાવીરે જૈનદર્શનનું પુનરૂજજીવન કર્યું અને આર્ય જનતાને દયા મય ધર્મ શીખવ્યા. તેમની પહેલાં અનેક વર્ષોના અંતરે ૨૩ તીર્થકર અનુકમે થઈ ગયા હતા. એ પોતપોતાના સમયમાં આર્ય જનતાને ઉચિત આત્મવાદ તરફ દષ્ટિ રાખી ક્રિયાકાંડોનો ફેરફાર કર્યો હતો. અને તત્વજ્ઞાન અવિચિછન રાખ્યું હતું. ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથના વખતમાં ચાર મહાવ્રતો હતો. એટલે કે બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એકજ ગણતાં હતાં. તે મહાવીર પ્રભુએ ભવિષ્યકાળનું લેક સ્વરૂપ જાણીને ફૂદાં પડ્યાં હતાં–આ રીતે જૈન દર્શન પોતે અનાદિ હોવાને દા ધરાવે છે.
સૃષ્ટિના ઉત્પત્તિકમ ( Jay of Creation ) માં જૈન દર્શન એવી દલીલ રજુ કરે છે કે ઈશ્વરને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું પ્રયોજન શું ? કયા ક્યા સાધને વડે ઉત્પન્ન કરી? ઈશ્વરને પણ ઉત્પન્ન કરનાર કોને કપ? વળી રષ્ટિ ઉત્પન્ન કરવી અને પછીથી વિનાશ કરવો એ બન્ને કાર્યોથી ઉત્પાદક અને ઉત્પન્નને લાભાલાભ શું ? વિગેરે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતાં અનવરથા દોષનો પ્રસંગ આવે છે. સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરને નહિં માનવા વડે આખું પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્ર વાસ્તવિક રીતે સંપૂર્ણ આકારમાં કેઈપણ કબુલ કરતું હોય તો તે જૈનદર્શન છે. કેમકે જેમ સમુદ્રના પાણુમાંથી વરાળ થઈને વાદળાં થાય છે તે જ વાદળાં ગળી જઈ પાછાં સમુદ્રમાં પાણું રૂપે પડે છે, બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયાં કરે છે, પરમાણુમાંથી વસ્તુઓ અને તેજ વસ્તુઓને વિનાશ એ પરમાણુ-એવી રીતે ઘટમાળ ચાલ્યા કરે છે ત્યાં ઈશ્વરને કર્તા તરીકે વચ્ચે મુકવાનું શું પ્રયોજન હશે ? તે કલ્પી શકાતું નથી. તેમજ આમાં વડે કરાયેલા શુભ કે અશુભ કર્મ આમાએ કરેલા સારા કે નરસા ભજનની પેઠે સારું કે નરસું ફળ આપે છે. તેમાં બુદ્ધિપૂર્વક ઉંડી તપાસ કરતાં કર્તા તરીકે ઈશ્વરની જરૂર સંભવતી નથી.
વૈશેષિક દર્શન જયારે શબ્દને આકાશને ગુણ માને છે ત્યારે જેનદર્શન શક્તિ જાતિ એ સૂત્રે પિતાના મૂળ સિદ્ધાંતમાં સંગ્રહે છે. હાલમાં ટેલીફોન અને વાયરલેસ ટેલીગ્રાફી વિગેરેનું ઉત્પત્તિસ્થાન જોઈએ તે શબ્દથી છે અને શબ્દો પરમાણું હેવાથી દૂર દૂર જઈ શકે છે. તેમજ રેકર્ડ ઉપર કોતરાઈ જાય છે. અને જુદી જુદી અસરો પ્રકટાવે છે, વાયોપનિરાજ
For Private And Personal Use Only