Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરનારની ગુફા, કરે એટલે બસ. પણ હું જરા દૂર ગયે, તમને આ બધું ક્યાં કહું છું, આ બધું તમને નકામું જ કહ્યું. કારણ કે, મહેટે અફસેસ એજ છે કે, તમારે કાંઈપણ કાર્ય કરવું જ છે ક્યાં ? આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાંખે એવી રીતે કથા સાંભળીને વર્ગમાં ચાલ્યા જવું છે. પણ સ્વર્ગ રેઢું પડ્યું નથી. જ્યાં સુધી તમે તમારા ગરીબ બધુઓને ઉદ્ધાર કરે નહીં ત્યાં સુધી કાંઈપણ થવાનું નથી. જયાં સુધી એ ગરીબ વર્ગને પેટ પૂરતું અનાજ મળવામાં પણ સાંસાં છે ત્યાં સુધી મેં જે ઉપર અભ્યાસની–-વિદ્યાભ્યાસની વાત કરી તે પણ દૂર જ રહેશે. હેટા મહેટા સુધારા કરવા માટે હેટી હેટી સમાજો મેળવે છે. એનું ફળ અત્યારે નહિ તે બહુ મોડું તે મળશે જ એમ સને સંભળાવે છે. પરંતુ “પહેલું સુખ તે કાઠીએ જાર ” એ મારી જુની પૂરાણું ગામડીઅણ કહેવત હસી કાઢવા જેવી નથી. ઉદ્ધાર-જ્ઞાતિ બંધુઓને ઉદ્ધાર-વિદ્યાથી પછી, પણ અન્નવસ્ત્રાદિથી પ્રથમ એ-ઉપર જોઈતું ધ્યાન કયાં અપાય છે? તમે પોતે જમીને પેટપર હાથ ફેરવિીને બેસે છે, પરંતુ તમારીપર બીજાઓને પણ હક છે. સારા ઉપર નબળાને બે સ્વાભાવિક છે. જ્યાં સુધી તમારા ધર્મના બધુએને દુઃખી થતા જોઇ તમારું હૃદય બળે નહિં ત્યાં સુધી તમે કશુંએ કર્યું નથી એમજ સમજજે. હું અને મારી આગળ આવી ગયેલાઓનો ઉપદેશ સાર તમે શું ગ્રહણ ? અમારે ઉપદેશ આ પ્રકારને જ છે. તેમાંથી તમે શો સાર કાઢયે ? એટલા બધા સાંભળવા આવનાઓમાં પુરૂષાર્થે ક્યાં છે? દયા, દયા મુખથી પિકારે છે પણ ‘દયાની અન્તઃકરણની લાગણી ક્યાં છે? ધર્મનું બળ કયાં છે? For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32