Book Title: Atmanand Prakash Pustak 003 Ank 12
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . આત્માનંદ પ્રકાશ, startette bente Secteutetet e Baste te sterte interest to the Internete સ્તન કરવાનું છે. સૂર્યદર્શન થઈ રહ્યા પછી ગુરૂ પિતાના સ્થાનમાં આવીને સ્થાપિત કરેલી જિન પ્રતિમાને અને સૂર્યને વિસર્જન કરે છે. માતા અને બાળકને સુતકના ભયથી તે જિન પ્રતિમાની આગલ લાવવામાં આવતા નથી. આ પ્રમાણે સૂર્યદર્શન સંસ્કારની સમાપ્તિ થાય છે. ચંદ્રદર્શન જે દિવસે સૂર્યદર્શન કરાવવામાં આવે છે, તે જ દિવસે રાત્રે ચંદ્રદર્શનને સંસ્કાર કરવામાં આવે છે. સંધ્યાકાલે ગૃહસ્થ ગુરૂ આવીને જિનપૂજા પૂર્વક જિનપ્રતિમાની આગલ સ્ફટિકની, રૂપાની અને ચંદનની ચંદ્રની પ્રતિમા સ્થાપન કરે છે. પૂર્વની માફક તે ચંદ્રમૂર્તિનું શાંતિક પિષ્ટિકના વિધિથી પૂજન કરી પછી જ્યારે ચંદ્રને ઉદય થાય ત્યારે માતા પુત્ર સહિત બાહેર આવે છે, તે વખતે ગુરૂ નીચે પ્રમાણે વેદને મંત્ર ભણી માતા અને પુત્રને ચંદ્રનાં દર્શન કરાવે છે. ચંદ્રદર્શનને વેદ મંત્ર__ "ॐ अहं चंद्रोऽसि । निशाकरोऽसि । सुधाकरोऽसि। चंद्रमा असि । ग्रहपतिरसि । नक्षत्रपतिरसि । कौमुदीपतिरास । निशापतिरसि । मदनमित्रमसि । जगज्जीवनमसि । जैवातकोऽसि । क्षीरसागरोद्भवोऽसि । श्वेतवाहनोऽसि । राजासि। राजराजोऽसि । औषधीगर्भोऽसि । वंद्योऽसि । पूज्योऽसि । नमस्ते भगवन् अस्य कुलस्य ऋद्धिं कुरु । वृद्धिंकुरु । तुष्टिं कुरु । पुष्टि कुरु । जयं विजयं कुरु । भद्रं कुरु । प्रमोद कुरु । श्री शशांकाय नमः अहं For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32