________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરસૂરિ પ્રબંધ, &&&&& & && &&&& & શત્રુંજય તીર્થે આવી શ્રી આદિ પ્રભુના દર્શન કરતા, એક માસ ત્યાં રહ્યા. ત્યાંથી જુનાગઢ, વેરાવળ પાટણ થઈને દીવ પધાર્યા. દીવના શ્રી સંઘે ઘણે આગ્રહ કરીને એમને ત્યાં રાખ્યા. સંઘવી લખીરાજ તથા પારેખ સહસ્ત્રદા મેઘજીએ ઘરદેરાસરની પ્રતિષ્ટા સૂરિશ્રીને હાથે કરાવી. અને વિનતિ કરીને એમને માસું પણ રાખ્યા. જેમાસામાં અનેક ઉત્સવ–મહત્સવ પ્રમુખ કરીને શ્રી જિનશાસનને દીપાવ્યું.
પણ હવે સુરિશ્રીને વર્ષ લાગ્યા ને કાયા લથડી, તેથી શરીરે અનેક અબાધા ઉત્પન્ન થઈ. વિશેષતા જોઈ એટલે શ્રી સંઘે વિજ્યસેનસૂરિને લખી મોકલ્યું જે ગુરૂશ્રીને અશાતા છે માટે મળવા ઇચ્છતા હેતે કાગળ વાંચીને વહેલા આવજે–તુરત નીકળો. આ લેખ વાંચીને આચાર્ય માસામાં પણ વિહાર કરી ચાલી નીકલ્યા ને અનુક્રમે માર્ગ ઉલ્લંધતા આવી પહોંચ્યા. એઓ આવ્યા ત્યારે વિમળહર્ષગણિ તથા સેમવિજ્યગણિ પ્રમુખ ગીતા ગુરૂજીને દશવૈકાળિક તથા ઉત્તરાધ્યયન આદિ સંભળાવતા હતા. પછી ગુરૂશ્રી બેઉ ઉપાધ્યાયને હિત વચન સંભળાવી, ગચ્છની ભલામણ આચાર્યને કરી, સુખે સમાધિએ અનશન કરી, નવકાર મંત્રના શુભધ્યાન સહિત સંવત ૧૬૫૨ ના ભાદરવા શુદિ ૧૫ ને દિવસે કાળધર્મ પામી મેપુરીના વાસી થયા.
તંત્રી.
For Private And Personal Use Only