________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા પ્રકાર
હૃદયાબેધ.
પ્રત્યેક મનુષ્ય આ જગતરૂપ મહા પાઠશાળાને વિધાથી છે. એ પાઠશાળાની સ્થાપના અનાદિ કાળથી છે. જેમ પાઠશાળાને અભ્યાસી તે પાઠશાળામાંથી અનેક વિષને બોધ લઈ શકે છે, તેમ આ જગત રૂપ પાઠશાળામાંથી મનુષ્ય પ્રાણીને અનેક જાતને બેધ મળે છે. તે બેધ લેવાને અધિકાર નિર્દોષ અને નિર્વિકારી પ્રાણીને પ્રાપ્ત થાય છે. જેનામાં અનેક જાતના દોષ અને દુષ્ટ વિકાર ઉદ્ભવ્યા હોય, તે પ્રાણું જો કે એ પાઠશાળામાં દાખલ તો થયો છે, પણ તેને બોધ લેવાનો અધિકાર મળતું નથી. બોધ એ વસ્તુ સરકાર અને સુકૃતથી પ્રાપ્ય છે. સંસ્કારને તથા સુક્તને સંબંધ પૂર્વથીજ હોય છે અને એ પૂર્વના સંબંધને લઈને જ બોધ પ્રાપ્ત થાય છે.
અહિં આપણે બેધ્ય અને બાધકને સંબંધ જાણે જોઈએ. જ્યારે એ સંબંધ બરાબર જાણવામાં આવે ત્યારે બંધ શું અને
ધ આપવાનો અધિકાર કેને છે એ સમજવામાં આવે છે. જેને બોધ આપવો એગ્ય હેય, તે બેધ્ય કહેવાય છે. અને જે બોધ આપનાર તે બેધક કહેવાય છે. આ બેધ્ય અને બેધકનું સ્વરૂપ બરાબર સમજવાથી માણસના હૃદયમાં બંધને સારો પ્રકાશ પડે છે. આ પ્રકાશ હૃદયના અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી નાંખે છે.
આપણામાં સાધારણ રીતે એમ કહેવાય છે કે, અમુક માણસે મને બોધ (ઉપદેશ) આપે. હું બેધ લેવાને જાઉં છું. અને મને અમુકને બોધ સારો લાગ્યો હતો. આ કહેવાની એક સૈકિક રૂઢિ છે. બોધ કાંઈ એવી વસ્તુ નથી, કે જે આપી આપી શકાય; તેમજ
For Private And Personal Use Only