Book Title: Ashtvakra Gita Author(s): Anil Pravinbhai Shukla Publisher: Anil Pravinbhai Shukla View full book textPage 9
________________ આ સમસ્ત જગત એ 'માયા માત્ર” (માત્ર માયા જ છે) એમ સમજી ને જગત ને જોનાર ને, --જગત ની કોઈ કુતુહલતા રહેતી નથી, તેથી તેની બુદ્ધિ શાંત થઇ છે અને તેવા મનુષ્ય ને, -જો મૃત્યુ પાસે આવે, તો પણ તે મૃત્યુ,તેને કેવી રીતે ત્રાસ આપે ? (૧૧) જે મહાત્મા નું મન નિરાશા ના પ્રસંગે પણ, --તદ્દન નિસ્પૃહ (અનાસક્ત) રહે છે, તેવા, --આત્મજ્ઞાન થી સંતુષ્ટ મહાપુરુષ ની તુલના કોની સાથે થઇ શકે ? (૧૨) આ દૃશ્ય-જગત,સ્વ-ભાવ થી કંઈ જ નથી, (જગત મિથ્યા છે) –એમ જાણનાર, --એ શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જુએ છે કે – --આ ગ્રહણ (લેવા) કરવા યોગ્ય છે કે આ ત્યાગવા યોગ્ય છે?? (૧૩) વિષય વાસના રૂપ મળનો (ગંદકીનો) જેણે અંતઃકરણથી ત્યાગ કરેલો છે, --જે ઢંદ (સુખ-દુઃખ વગેરે) અને આશા વગરનો થયો છે, તેના જીવનમાં સહજ-પણે આવતા ભોગોથી, --તે નથી હર્ષ પામતો કે નથી દુઃખી થતો. (૧૪) પ્રકરણ -૩-સમાપ્તPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36