Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 35
________________ 35 પ્રકરણ-૨૦ જનક કહે છે કેમારું સ્વ-રૂપ નિરંજન નિર્મળહોઈ, મારે માટે હવે, --ભૂતો(જીવો) શું? દેહ શું? ઇન્દ્રિયો અને મન શું ? શૂન્ય શું? અને નિરાશા શું? (૧) હંમેશ તંદ-રહિત એવા મારે માટે હવે. શાસ્ત્ર કેવું?આત્મજ્ઞાન કેવું?વિષય-રહિત મન કેવું?તૃષ્ણા-રહિત પણું કેવું? કે તૃપ્તિ કેવી? (૨) વિદ્યા-અવિદ્યા કેવી? મારા માટે) હું કેવો? કે મારું કેવું? --બંધ કેવો કે મોક્ષ કેવો? તેમજ “સ્વ-રૂપ પણું” પણ કેવું ? મારા માટે હવે કશું નથી) (3) હંમેશ નિર્વિશેષ (સર્વત્ર સમ-ભાવ વાળા) ને માટે હવે, પ્રારબ્ધકર્મો પણ શું ? --જીવન-કે-મુક્તિ પણ શું? કે વિદેહ-મુક્તિ પણ શું? (મારા માટે હવે તે કશું રહ્યું નથી) (૪) હંમેશ સ્વ-ભાવ-રહિત (માત્ર સાક્ષી-રૂપ આત્મા) બનેલા મારા માટે હવે, --કર્તા (કર્મ નો કરનાર) શું? કે ભોક્તા (કર્મ ના ફળ ભોગવનાર) શું? કે નિષ્ક્રિયતા (અકર્મ) શું? --અને તમારે માટે) ફુરણ પણ કેવું? અને પ્રત્યક્ષ ફળ પણ કેવું ? (મારા માટે હવે કશું નથી) (૫) “અહં-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને પોતાના સ્વ-રૂપ માં નિમગ્ન બનેલા મારા માટે, --લોકો શું?મુમુક્ષુ શું? યોગી શું? જ્ઞાની શું? મુક્ત શું? કે બંધન શું? (મારા માટે હવે કશું નથી) (૬) “અહં-રૂપ” (આત્મ-રૂપ,મારા-રૂપ) અદ્વૈત અને પોતાના સ્વ-રૂપ માં નિમગ્ન બનેલા મારા માટે, જગત (સૃષ્ટિ) કેવી અને સંહાર કેવો? સાધ્ય, સાધન,સાધક કે સિદ્ધિ કેવી? (મારા માટે હવે કશું નથી) (૭) હંમેશ નિર્મળ એવા મારા માટે, પ્રમાણ,પ્રમેય,પ્રમા કે પ્રમાતા, શું?જે કશું પણ છે તે પણ શું? કે જે કશું પણ નથી તે પણ શું? (૮) હંમેશ નિષ્ક્રય એવા મારે માટે, -વિક્ષેપ કેવો?એકાગ્રતા કેવી?જ્ઞાન કે મૂઢતા કેવી? હર્ષ કે શોક કેવો? (મારા માટે તે કશું નથી) (૯) હિંમેશ વિચાર રહિત એવા મારા માટે, --વ્યવહાર કેવો? કે પરમાર્થતા કેવી? સુખ શું કે દુઃખ શું? (મારા માટે તે કશું નથી) (૧૦). હંમેશ નિર્મળ એવા મારા માટે, --માયા કે સંસાર શું? પ્રીતિ કે અપ્રીતિ શું? જીવ કે બ્રહ્મ શું ? તમારા માટે તે કશું રહ્યું નથી) (૧૧) હંમેશ પર્વતની જેમ અચલ, વિભાગ રહિત,અને સ્વસ્થ એવા મારે માટે, --પ્રવૃત્તિ કે નિવૃત્તિ શું ? મુક્તિ કે બંધન શું ?(મારે તે કશું નથી) (૧૨) ઉપાધિરહિત અને કલ્યાણરૂપ,એવા મારે માટે, ઉપદેશ શું?શાસ્ત્ર શું? શિષ્ય કે ગુરૂ શું? વળી પુરુષાર્થ (મોક્ષ) શું? (મારે તે કશું નથી) (૧૩)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36