Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 17
________________ પ્રકરણ-૧૧ અષ્ટાવક્ર કહે છે કે“ભાવ અને અભાવ રૂપ (ઉત્પત્તિ અને નાશ રૂપ-સૃષ્ટિનો) વિકાર સ્વભાવ થી જ (માયાથી જ) થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે,તેવો, --“નિર્વિકાર” અને “કલેશ (અશાંતિ વગરનો “મનુષ્ય સહેલાઈથી જ શાંત બને છે. (૧) “સર્વ જગતનું નિર્માણ કરનાર ઈશ્વર જ છે,બીજો કોઈ નથી” એમ જેણે નિશ્ચય કર્યો છે, --અને જેની બધી “આશા” ઓ પોતાના અંતઃકરણ માં થી નાશ પામી છે, --તેવો મનુષ્ય કશે “આસક્ત” થતો નથી. (૨) “સમયે (સમય પર) આવતી,આપત્તિ(દુઃખ) અને સંપત્તિ (ધન) દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો “સંતોષી” અને “શાંત ઇન્દ્રીયોવાળો” મનુષ્ય, --કશાની “ઈચ્છા” કરતો નથી, તેમ જ કશાનો “શોક” કરતો નથી. (૩) “સુખ-દુઃખ અને જન્મ-મૃત્યુ, દૈવ (પ્રારબ્ધ) થી જ આવે છે” એમ જણે નિશ્ચય કર્યો છે. --અને માત્ર “સાધ્યને” (ઈશ્વરને) જ જોનારો, (માત્ર ઈશ્વર માટેના જ કર્મ કરનારો) મનુષ્ય, --અનાયાસે આવી પડતાં કર્મ કરતો હોવાં છતાં કર્મ થી લપાતો નથી. (૪). “આ સંસારમાં બીજી કોઈ રીતે નહિ પણ માત્ર “ચિંતા” થી જ દુ:ખ ઉભું થાય છે” --એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો “ચિંતા વગરનો” અને --સર્વત્ર “સ્પૃહા વગરનો” (અનાસક્ત) મનુષ્ય સુખી ને શાંત બને છે. (૫) “હું દેહ નથી,દેહ મારો નથી,પણ હું તો કેવળ બોધ-રૂપ (જ્ઞાન-રૂપ-આત્મા-રૂપ) છું” -એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “મોક્ષ” ને પ્રાપ્ત થયેલો મનુષ્ય, --કરેલાં કે ના કરેલાં “કર્મો” ને સંભાળતો નથી (યાદ કરતો નથી) (૬) “બ્રહ્મા થી માંડી તૃણ (તરણા) સુધી સર્વ માં “હું” (આત્મા) જ રહ્યો છું” --એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો મનુષ્ય ”સંકલ્પ વગરનો” “પવિત્ર” અને “શાંત” બને છે, અને, --તેના માટે જગત માં કશું પ્રાપ્ત (મેળવવાનું) કે અપ્રાપ્ત (ખોવાનું) રહેતું નથી. (૭) “આ અનેક આશ્ચર્ય વાળું (ચમત્કાર જેવું) જગત કાંઈ જ નથી (છે જ નહિ)” -એવો જેણે નિશ્ચય કર્યો છે, તેવો “વાસના વગરનો” અને “ચૈતન્ય રૂપ” મનુષ્ય, --સંસાર જાણે છે જ નહિ (સંસાર મિથ્યા છે, એમ સમજી ને “શાંત” બને છે. (૮) પ્રકરણ-૧૧ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36