________________
પ્રકરણ-૧૬
અષ્ટાવક્ર કહે છે કેહે પ્રિય, વિવિધ શાસ્ત્રો ને તું અનેકવાર કહે અથવા સાંભળે,પરંતુ, --તે બધું ભૂલી જવા વિના તને શાંતિ થશે નહિ. (૧)
હે, જ્ઞાન-સ્વરૂપ, તું ભલે,ભોગ,કર્મ કે સમાધિ,ગમે તે કરે, કે, --ભલે ને તારું મન આશાઓ વગરનું બન્યું હોય, તેમ છતાં તારું મન તને અત્યંત લોભાવશે. (૨)
પરિશ્રમ થી (ભોગ,કર્મ, સમાધિ...વગેરે) બધાય મનુષ્ય દુઃખી થાય છે, પરંતુ --એને મન ને) કોઈ જાણી શકતું નથી, જે મન લોભાવે છે-તે-મન ને જાણો-આ ઉપદેશ છે) અને --આ ઉપદેશ થી ધન્ય (કૃતાર્થ) થયેલો મનુષ્ય નિર્વાણરૂપ પરમ સુખ ને પામે છે. (૩)
જે પુરુષ આંખ ની મીંચવા-ઉઘાડવાની ક્રિયા (પ્રવૃત્તિ) થી પણ ખેદ પામે છે, તેવા, --આળસુના સરદારો (નિવૃત્તિશીલ-ઈશ્વર માં તન્મય) ને સુખ પ્રાપ્ત થાય છે, બીજા ને નહિ. (૪)
આ કર્યું અને આ કર્યું નહિ-એવા ઢંદો થી મન જયારે મુક્ત બને છે, ત્યારે તે, --(પુરુષાર્થો) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રત્યે ઉદાસીન (ઈચ્છા વગરનું) બને છે. (૫)
વિષયો નો દ્વેષી (દ્વેષ કરનાર) મનુષ્ય વિરક્ત (અનાસકત) છે, --અને વિષયો માં લોલુપ મનુષ્ય “રાગી” (આસક્ત) છે, પરંતુ --આ બંને થી પર થયેલો જીવનમુક્ત (મુક્ત થયેલો) મનુષ્ય નથી વિરક્ત કે નથી રાગી. (૬)
જ્યાં સુધી સ્પૃહા (તૃષ્ણા-મમતા) જીવતી હોય, અને અવિવેક ની સ્થિતિ હોય, તો તેવી સ્થિતિ, --એટલે કે- ત્યાગ અને ગ્રહણ ની ભાવના એ સંસાર રૂપી વૃક્ષ નો અંકુર છે. (૭)
પ્રવૃત્તિ માંથી આસક્તિ જન્મે છે, અને નિવૃત્તિ માંથી દ્વેષ (વિષયો નો દ્વેષ) જન્મે છે. --આથી બુદ્ધિમાન અને ઠંદ વગરનો પુરુષ “જે છે તે” પરિસ્થિતિ માં (બાળક ની જેમ) સ્થિર રહે છે. (૭)
રાગી (આશક્તિ પુરુષ (આસક્તિ થી મળેલા) દુઃખ થી દૂર થવાની ઈચ્છા થી સંસાર ને છોડવા ઈચ્છે છે, --પરંતુ અનાસકત પુરુષ દુઃખ થી મુક્ત થઇ ને સંસાર માં (રહેવા છતાં) પણ ખેદ પામતો નથી. (૮)
જેને મોક્ષ વિષે પણ આસક્તિ છે, તેમજ દેહમાં પણ મમતા છે, અને જેને દેહ નું અભિમાન છે, --તે યોગી નથી અને જ્ઞાની પણ નથી, પરંતુ તે તો કેવળ દુ:ખ ને જ પામે છે. (૯)
જો તારા ઉપદેશક શિવ હોય,
વિષ્ણુ હોય કે બ્રહ્મા હોય, તો પણ, --બધું ભૂલી ગયા વિના (બધાના-એટલેકે બધા જ્ઞાન નો ત્યાગ વિના) તને શાંતિ મળવાની નથી. (૧૦)
પ્રકરણ-૧૬-સમાપ્ત