Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 27
________________ જીવન્મુક્ત બનેલા આવા યોગી ને માટે કશું કર્તવ્ય છે જ નહિ, વળી, --તેના અંતરમાં કોઈ આસક્તિ નહિ હોવાને કારણે તે --જગતમાં યથાપ્રાપ્ત (જે મળી જાય તેમાં આનંદ માની) જીવન જીવે છે. (૧૩) સર્વ સંકલ્પો ના અંત ને પામેલા, યોગી ને,માટે, મોહ શું ? કે જગત શું ? --ધ્યાન શું ? કે મુક્તિ શું? (૧૪) જે આ જગતને જુએ છે, તે એમ કહી શકતો નથી,કે “જગત નથી” (કારણ તેનામાં વાસનાઓ છે), --પરંતુ જેનામાં વાસનાઓ રહી નથી તેવો પુરુષ જગત ને જોતો હોવા છતાં જોતો નથી (૧૫) જે પુરુષે શ્રેષ્ઠ “બ્રહ્મ” જોયું છે,તેવો પુરુષ “હું બ્રહ્મ છું” એવું ચિંતન પણ કરે છે, પણ, --જે બીજું કશું જોતો જ નથી એવો (માત્ર આત્મા ને જ જોતો હોય) પુરુષ શાનું ચિંતન કરે ? (૧૬) જે પુરુષ પોતાનામાં વિક્ષેપો જુએ તે ભલે તેનો નિરોધ (ધ્યાન,સમાધિ વગેરે) કરે, --પણ જેને કોઈ વિક્ષેપો નથી તે સાધ્ય ના અભાવ થી (કાંઇ સાધવાનું રહેતું ના હોવાથી) શું કરે ? (૧૭) લોકો સાથે રહેતો અને લોકો ની જેમ વર્તતો હોવાં છતાં લોકો થી જુદો એવો ધીર (જ્ઞાની પુરુષ, --નથી પોતાની સમાધિને જોતો,નથી વિક્ષેપ ને જોતો કે નથી કોઈ બંધન ને જોતો. (૧૮). જે પુરુષ તૃપ્ત છે,ભાવ-અભાવ (સંકલ્પ-વિકલ્પ) અને વાસના વગરનો છે,તે, --લોકો ની નજરે કર્મો (ક્રિયાઓ) કરતો હોવા છતાં કાંઇ કરતો નથી. (૧૯) જે વખતે જે કરવાનું આવી પડે તે કરી ને આનંદ થી રહેતા, --જ્ઞાની ને પ્રવૃત્તિ કે નિવૃત્તિ માં કોઈ જ દુરાગ્રહ હોતો નથી. (૨૦) વાસનારહિત,કોઈના પર આધાર નહિ રાખનારો,સ્વચ્છેદ અને બંધન માંથી મુક્ત થયેલો મનુષ્ય, --“સંસાર-રૂપી” પવન થી પ્રેરિત બની, (પવનથી સૂકાં પાંદડાં જેમ અહીં તહીં જાય છે,તેવી) --સૂકાં પાંદડાં ની જેવી ચેષ્ટા (વર્તન) કરે છે. (૨૧) અસંસારી (જ્ઞાની) ને કશે પણ નથી હર્ષ કે નથી શોક, --શીતળ (શાંત) મનવાળો તે હંમેશ દેહ રહિત (દેહ ના હોય તેવા) ની જેમ શોભે છે, (૨૨) શાંત અને શુદ્ધ આત્મા વાળા અને આત્મા માં જ સ્થિર બનેલા ધીર(જ્ઞાની પુરુષ ને, --નથી કશું ત્યજવાની ઈચ્છા કે નથી કશું મેળવવાની ઈચ્છા (આશા) (૨૩) “સ્વ-ભાવ” થી જ “શૂન્ય ચિત્તવાળા” અને સહજ કર્મ કરતા ધીર (જ્ઞાની) પુરુષ ને, --સામાન્ય મનુષ્ય ની જેમ માન કે અપમાન લાગતાં નથી. (૨૪) “આ કર્મ મારા દેહ વડે થયું છે, નહિ કે મારા આત્મા વડે" એમ જે સતત ચિંતન કરે છે, --તેવો પુરુષ કર્મ કરતો હોવા છતાં કાંઈજ (કર્મ) કરતો નથી. (૨૫) સામાન્ય મનુષ્ય ની જેમ તે (જ્ઞાની) કર્મો કરે છે, પણ તેમ છતાં, તે નાદાન (મૂર્ખ) હોતો નથી, --કર્મો માં આસક્તિ નહિ હોવાથી તે જીવન્મુક્ત પુરુષ સંસારમાં શોભે છે. (૨૬).

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36