Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 19
________________ 19 પ્રકરણ-૧૩ “કાંઇ પણ ના હોવાની “(શૂન્યતા) સ્થિતિ થી ઉત્પન્ન થતી માનસિક સ્વસ્થતા, --કપીન ધારણ કરવાથી (કે માત્ર,ભગવાં પહેરવાથી) પણ અપ્રાપ્ય છે, --ત્યાગ અને ગ્રહણ એ બંને ના વિચાર છોડી દઈ ને હું સુખપૂર્વક સ્થિત છું. (૧) કશામાં ક્યાંક શરીર નું દુઃખ,કશામાં જીભ નું દુઃખ,તો કશામાં ક્યાંક વળી મન નું દુ:ખ,એટલે, --આ બધું છોડીને હું માત્ર આત્મપ્રાપ્તિ ના પુરુષાર્થ માં સુખપૂર્વક સ્થિત છું. (૨) “કોઈ પણ કર્મ કરી શકાતું જ નથી (કરાતું જ નથી” એમ “તત્વ-દષ્ટિ” થી વિચારીને, --જે વખતે જે કર્મ સહજ આવી પડે તે કરી ને હું સુખપૂર્વક સ્થિત છું. (૩) કર્મ-રૂપ અને નૈષ્ફર્મ્સ-રૂપ (અકર્મ) બંધન ના ખ્યાલો દેહાભિમાન વાળા યોગી ને જ લાગે છે, પરંતુ, --મને તો દેહ –વગેરે ના સંયોગ અને વિયોગ નો અભાવ હોઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૪) બેસવાથી,ચાલવાથી કે સૂઈ જવાથી, મને કોઈ લાભ કે હાનિ થતી નથી, આથી, બેસવા, ચાલવા અને સુવા છતાં –હું સુખપૂર્વક સ્થિત છું. (૫) કશું પણ કર્યા વગર સૂઈ રહું તો મને કોઈ હાનિ નથી,અને યત્ન કરું તો મને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, --આથી “લાભ” અને “હાનિ” એ બંને ને ત્યજી દઈ,હું સુખપૂર્વક સ્થિત છું. (૬) જગતની વસ્તુઓમાં રહેલા સુખ-દુ:ખ અને અનિશ્ચિતપણા ને વારંવાર જોઈ ને, --તે શુભ અને અશુભ નો પરિત્યાગ કરી હું સુખપૂર્વક સ્થિત છું. (૭) પ્રકરણ-૧૩-સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36