Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 12
________________ 12 પ્રકરણ-૬ અષ્ટાવક્ર કહે છે-કે “હું” (અહં-આત્મા) આકાશની જેમ “અનંત” છું.અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે.આ સત્ય “જ્ઞાન” છે. -- તો પછી આ જગત-વગેરે નો ત્યાગ પણ થઇ શકતો નથી, -- કે તે જગત ને ગ્રહણ પણ નથી કરી શકાતું, --વળી તે જગત નો લય પણ સંભવિત નથી. (૧) “હું” (અહં-આત્મા) મહાસાગર જેવો છું, અને આ જગત (પ્રપંચ) તરંગ જેવો છે,આ સત્ય “જ્ઞાન” છે, --તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૨) “હું” (અહં-આત્મા) છીપ સમાન છું, અને જગત ની કલ્પના “રૂપા સમાન” (વિવર્ત) છે,આ સત્ય “જ્ઞાન” છે. -- તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૩) “હું” (અહં-આત્મા) જ સર્વ ભૂતોમાં (જીવોમાં) છું અને સર્વ ભૂતો મારામાં છે,આ સત્ય “જ્ઞાન” છે. -તો પછી આ જગત-વગરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૪) પ્રકરણ-ફસમાપ્ત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36