Book Title: Ashtvakra Gita
Author(s): Anil Pravinbhai Shukla
Publisher: Anil Pravinbhai Shukla

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકરણ-૧ જનકરાજા,અષ્ટાવક્ર મુનિ ને પ્રશ્ન કરે છે – --મુક્તિ કેવી રીતે મળે છે.? --જ્ઞાન અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે? (૧) અષ્ટાવક્ર મુનિ જવાબ આપતાં કહે છે કે-રાજન, જો તું મુક્તિ ને ઈચ્છતો હોય તો--વિષયો ને (ઇન્દ્રિયો ના વિષયોને) વિષ (ઝેર) જેવા સમજી ને છોડી દે.અને --ક્ષમાં, સરળતા, દયા,સંતોષ અને સત્ય નું અમૃત ની જેમ સેવન કર (૨) તે પંચમહાભૂત (પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ) નથી કે -તું પંચમહાભૂત થી બનેલું શરીર પણ નથી, તું વિશુદ્ધ આત્મા છે, તેથી --મુક્તિના માટે આ બધાના સાક્ષીરૂપ (તારામાં) રહેલા આત્મા ને જાણ (૩) જો તું આત્મા ને શરીર થી (દેહ થી) છુટો પાડીને --આત્મા માં જ સ્થિર થઇ ને રહેશે તો--હમણાં જ તું સુખી, શાંત અને બંધન થી મુક્ત બનીશ.(તને મુક્તિ મળશે) (૪) તું કોઈ વર્ણ (બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર) નથી, તું કોઈ આશ્રમી (બ્રહ્મચર્યાશ્રમ ,વગેરે) પણ નથી, અને --તું ઇન્દ્રિયો (આંખ-કાન વગેરે) થી પામી શકાય તેવો નથી. પણ --તું તો “અસંગ”, “નિરાકાર” અને આખા વિશ્વ નો “સાક્ષી” છે –એમ વિચારીને સુખી થા. (૫) ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ –તો મન ને લાગે છે તને નહિ, --તું તો કર્તા (કર્મો નો કરનાર) નથી કે ભોક્તા (ફળ નો ભોગવનાર) પણ નથી. --એટલે તને કોઈ બંધન નથી, --પણ તું તો સદા-સર્વદા (હંમેશ) માટે મુક્ત જ છે. (૬). તું સર્વ નો એક માત્ર દ્રષ્ટા (સાક્ષીરૂપે જોનાર) છે, અને તેથી તું સર્વદા મુક્ત જ છે.પણ, --તું, પોતાને (આત્માને) દ્રષ્ટા તરીકે જોવા ને બદલે, બીજા ને દ્રષ્ટા તરીકે જુએ છે, --તે જ તારા બંધન નું કારણ છે. (૭) હું કર્મો નો કર્તા છું (હું –મારું શરીર-કર્મો નો કરનાર છે) એવા --“અહંભાવ” રૂપી મોટા કાળા સર્પ ના ઝેર વડે વડે દૈશિત થયેલો (ફંસાયેલો) તું, --“હું કર્તા નથી” તે કથન પર વિશ્વાસ રાખી, તેવા વિશ્વાસરૂપી અમૃત ને પી ને સુખી થા (૮) “હું એક “આત્મા” છું (હું શરીર નથી) અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું” એવો નિશ્ચય કરી ને-તે --“નિશ્ચયરૂપી –અગ્નિ વડે “અજ્ઞાનરૂપ- ગહન વન” ને સળગાવી દઈ,તું --શોક વગરનો (ચિંતા વગરનો) બનીને સુખી થા. (૯) આ જગત-રૂપી દોરડામાં, કલ્પનાથી (અજ્ઞાનથી) જેમ સર્પ નો ભાસ થાય છે, તેને તું, --“હું તો આનંદ-પરમાનંદ જ્ઞાન સ્વ-રૂપ છું” તેવા જ્ઞાન નો અનુભવ કરી, તે ભાસ ને મિટાવી) --જ્ઞાન ના પ્રકાશમય રસ્તા પર સુખપૂર્વક વિહાર કર (૧૦)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36