Book Title: Ashtapadji Mahatirth Ratnamandir Author(s): Jain Center of America Inc. New York Publisher: USA Jain Center America NY View full book textPage 3
________________ નિવેદન જૈન ધર્મના અતિ મહિમાવંતા પાંચ તીર્થોમાં એક અષ્ટાપદ તીર્થ છે. વર્તમાન સમયમાં તે પ્રાયઃ લુપ્ત માનવામાં આવે છે. જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક દ્વારા આ તીર્થની પ્રતિકૃતિ બનાવવાનો અને સંશોધન અંગે ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે. - જૈન ધર્મ ગ્રંથો પ્રમાણે તીર્થકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. એમના પુત્ર ચક્રવર્તી રાજા ભરતે ત્યાં રત્નમય પ્રાસાદનું નિર્માણ કર્યું હતું. પ્રાસાદ પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી અષ્ટાપદ શબ્દ પ્રચલિત બન્યો. જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક સંસ્થાએ દેરાસર અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિ માટે નૂતન મકાનનું નિર્માણ કર્યું છે. ત્યાં ૨૪ તીર્થકરોની પ્રતિમાજી સ્થાપના કરવાનું નક્કી થયું. આના માટે રત્નોની ૨૪ પ્રતિમાઓ બનાવીને રત્નમંદિરની સ્થાપના કરવી. એ સમયમાં જયપુરના એક જિનાલયમાં અષ્ટાપદનો પટ જોઈને રત્નમંદિરનો વિચાર અષ્ટાપદની રચનાની કલ્પનામાં પરિવર્તન પામ્યો. આ પછી અષ્ટાપદ તીર્થ વિષે વધુ માહિતી મેળવી, અષ્ટાપદ તીર્થની કલાત્મક પ્રતિકૃતિ બનાવવાનું કામ ચાલુ થયું. અત્રે અગિયારમી પ્રતિકૃતિ તૈયાર કરીને ન્યૂયોર્ક મોકલેલ છે જ્યાં તે સ્થાપિત થશે. ૨૪ તીર્થકરોની પ્રતિમાજીના અઢાર અભિષેક મુંબઇ મુકામે પૂજ્ય શ્રી નયપાસાગરજી મહારાજસાહેબના સંયમજીવનના પચ્ચીસ વર્ષની ઉજવણીના શુભ પ્રસંગે એમની નિશ્રામાં રાખેલ છે. પછી આ પ્રતિમાજી ન્યૂયોર્કના જિનાલયમાં અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિષ્ઠા સાથે સ્થાપિત થશે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52