________________
સ્વભાવ અને ગુણમાં ફેર એટલો જ કે ગુણ જુદા જુદા બોલવા પડે, જ્યારે સ્વભાવમાં બધા ગુણો ભેગા આવી જાય. એક-બે-ત્રણ-ચાર એમ બધા ગુણો ભરાઈ જાય, એ સ્વભાવ કહેવાય. સ્વભાવ એટલે પૂર્ણ દશા.
જેમ ચંદ્રમાં એકમ, બીજથી ધીમેધીમે પછી પૂનમ થાય. તે બારસ, તેરસ, ચૌદશ હોય ત્યાં સુધી ગુણ કહેવાય અને પૂનમ હોય ત્યારે ગુણ ના કહેવાય, સ્વભાવ કહેવાય.
જ્ઞાન લીધા પછી મહાત્માઓ જેમ જેમ ફાઈલોનો સમભાવે નિકાલ કરતા જશે, એમ એની મેળે પૂનમ થશે, કુદરતી રીતે. અત્યારે તો સમભાવે ફાઈલોનો નિકાલ કરવો જરૂરી છે.
- જ્ઞાની પુરુષ આત્માને વેદનથી, ગુણથી અને લક્ષણથી જાણે. વેદનથી જાણે એટલે સ્વસંવેદન, પરમાનંદ હોય. પછી ગુણ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ બધું. અને લક્ષણ એટલે ક્ષમા, આર્જવતા, ઋજુતા, શૌચ એવા દસ લક્ષણો, આ બધું હોય ત્યારે આત્મા પ્રાપ્ત થયો કહેવાય.
સહજ ક્ષમા, સહજ મૃદુતા, સહજ ઋજુતા એવા લક્ષણો હોય. આ આત્માના ગુણો નથી કે નથી પ્રકૃતિના, પણ આ વ્યતિરેક ગુણો છે. ક્રોધનો અભાવ એને “ક્ષમા” કહે છે.
લક્ષણ તો લોકોને સમજાવવા માટે છે, બાકી આ લક્ષણો સિદ્ધક્ષેત્રમાં નથી. ત્યાં કાયમના ગુણો છે તે જુદા છે.
[૨] અતંત જ્ઞાન-દર્શન
[૨૧] જ્ઞાયક ઃ જ્ઞાન : યા મૂળ આત્માનું, દ્રવ્ય જ્ઞાનસ્વરૂપ જ છે, એબ્સૉલ્યુટ જ્ઞાન માત્ર છે, જ્ઞાનપ્રકાશ જ છે. અનંત જ્ઞાન એ એનો ગુણ છે. જાણવાની ચીજો, શેય વસ્તુઓ અનંત છે, માટે જાણનારો જ્ઞાયક અનંત જ્ઞાનવાળો છે. શેયો સંખ્યાત નથી, અસંખ્યાત નથી, પણ અનંત છે. એની સામે જ્ઞાન પણ અનંત છે.
શેય એટલે જાણવાની વસ્તુ અને જાણનાર એટલે જ્ઞાતા. આત્મા છૂટો પડ્યા પછી (જ્ઞાન પ્રાપ્ત થયા પછી) જ્ઞાતા કહેવાય.
16