Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ તેઓએ જરા ઇરછા બતાવી તેથી બીજે દિવસે છાપેલ પુસ્તકની બે કોપી લઈ તેઓ પાસે ગયો. તેઓએ પ્રથમ ત્રણ પદ સમજાવ્યાં, તેમાં બહુ જ આનંદ થયો.” આ રીતે વિ. સં. ૧૯૬૭ માં શ્રી મતીચંદભાઈએ શ્રી આનંદધનજી મહારાજની રચનાઓને અભ્યાસ શરૂ કર્યો. આ જ હકીક્ત શ્રી મોતીચંદભાઈએ “શ્રી આનંદઘનજીનાં પદો” ભાગ બીજાની વિ. સં. ૨૦૦૧ના માહ શુદિ પાંચમના રોજ લખેલી પ્રસ્તાવનામાં પણ આપી છે. આ અભ્યાસના પહેલા ફળરૂપે “શ્રી આનંદઘનપદ્યરત્નાવલી” નામે ગ્રંથ કે જેમાં શ્રી મોતીભાઈ એ શ્રી આનંદધનજીનાં ૫૦ પદોનું વિવેચન હ્યું હતું, તેની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૭૧ માં, ભાવનગરની શ્રી જેમધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થઈ હતી. આ અર્થ એ થયો કે શ્રી મોતીચંદભાઈએ આ પદોને અભ્યાસ કરવાની શરૂઆત કરી તે પછી ચાર જ વર્ષમાં ૫૦ પદના સવિસ્તર વિવેચન અને ૧૦૨ પાનાં જેટલા વિસ્તૃત, માહિતીસભર, અભ્યાસપૂણ ઉપધાત સાથે આ દળકાર ગ્રંથ પ્રગટ થયો હતો. ઉપર જે ફકરે આપ્યો છે, તે આ આવૃત્તિની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યો છે. આ પુસ્તક અલભ્ય બનતાં એની બીજી આવૃત્તિ, શ્રી આનંદધનજીનાં પદો' એ નામથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી, શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથાંકરૂપે, વિ. સં. ૨૦૧૨ માં, પ્રગટ કરવામાં આવી હતી. શ્રી મોતીચંદભાઈએ “શ્રી આનંદધનજીનાં પદ” ભાગ બીજાની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ, તેઓએ શ્રી આનંદઘનજીનાં ૫૦ પછીનાં પદોનું વિવેચન લખવાને નિશ્ચય વિ. સં. ૧૯૯૦ માં કર્યો હતો. આ પછી આ કાર્ય તેઓએ તરત જ શરૂ કર્યું હતું એમ ૫૧ મા પદનું વિવેચન ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રગટ થતા “શ્રી જૈનધમ પ્રકાશ” માસિકના વિ. સં. ૧૯૯૦ના વેશાખ માસના અંકમાં પાયું હતું, તે ઉપરથી જાણી શકાય છે. ૫૧ મા પદ ઉપરાંત પર થી ૬૨ સુધીનાં અને ૧૦૦ મા એમ કુલ ૧૩ પદોનું વિવેચન “શ્રી જૈન ધમ પ્રકાશ” માસિકના વિ. સં. ૧૯૯૦ થી તે વિ. સં. ૧૯૯૯ સુધીના અંકોમાં છૂટક છૂટક છપાયું હતું. આ ૧૩ પદોનું વિવેચન ક્યારે લખાયું હતું, તેની માહિતી મળી નથી, પણ તે સિવાયનાં ૬૩ થી ૧૦૮ સુધીનાં પદોનું વિવેચન સને ૧૯૪૨ની શરૂઆતથી તે સને ૧૯૪૪ના અંત સુધીમાં લખાયું હતું. ૫૧ થી ૧૦૮ સુધીનાં પદોનું વિવેચન “શ્રી આનંદધનજીનાં પદો” ભાગ બી એ નામથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી, શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળાના ચેથા ગ્રંથાંકરૂપે, વિ. સં. ૨૦૨માં પ્રગટ થયું હતું. શ્રી આનંદધનજીનાં સ્તવનનું વિવેચન સને ૧૯૪૭ના ઑગસ્ટથી તે સને ૧૯૫૦ના ઑગસ્ટ સુધીમાં ૩ વર્ષ દરમ્યાન શ્રી મોતીચંદભાઈએ લખ્યું હતું, જે અત્યારે આ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. આ વિગતો ઉપરથી જોઈ શકાશે કે મોતીચંદભાઈએ શ્રી આનંદઘનજીની બધી કૃતિઓનું ટક છૂટક પરિશીલન કરવામાં અને એ ઉપર વિવેચન લખવામાં લગભગ ૪૦ વર્ષ જેટલો સમય લીધો હત—અલબત્ત, આ સમય દરમ્યાન તેઓએ અધ્યયન અને લેખનની બીજી પણ પ્રવૃત્તિ કરી હતી, એમ તેઓના સાહિત્યસર્જનની વિગત ઉપરથી જાણી શકાય છે. શ્રી આનંદઘનજીની કૃતિઓ અત્યારની પ્રચલિત પરિભાષામાં વિચારીએ તો “આનંદધન” એ નામ નહીં પણ તખલ્લુસ છે; એમનું પિતાનું નામ તે લાભાનંદ હતું. અને તે એ તખલ્લુસના ધારક સંતના ચિત્તનું નિજાનંદગામી એટલે કે આત્મિક આનંદના અનુભવના આશક વલણનું સૂચક છે. આવી આત્મિક કે આધ્યાત્મિક મસ્તી તરફની આંતરિક ચાહનાથી પ્રેરાઈને જ શ્રી લાભાનંદજીએ બાહ્ય ક્રિયાકાંડે અને ગચ્છ અને પંથની માન્યતાઓના અતિઆગ્રહોને શુષ્ક અને લાંબો માગ મૂકીને આત્મહત્ત્વના સાક્ષાત્કારમાં સીધેસીધે ઉપયોગી થઈ શકે એવો યોગસાધનાને માગ પસંદ કર્યો હતો; અને સર્વ આશાઓ, આકાંક્ષાઓ અને લેકેશણાઓથી પર બનીને અથવા તો પર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 536