Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ સપાદકીય સ્વગ`સ્થ શ્રીયુત મોતીચ ંદભાઈ ગિરધરલાલ કાપડિયાની ધમ`રુચિ અને વિદ્યાપ્રીતિ જાણીતી હતી. એમના વનમાં સધાયેલ ધર્માં અને વિદ્યાના સુમેળને લીધે તે ધમ શાસ્ત્રોના અભ્યાસ તરફ સારી રીતે આકર્ષાયા હતા, એટલું જ નહી, ધર્માંત્ર થાનુ સતત અધ્યયન અને ચિ ંતન તેમ જ ધર્માંતŌાના પરિચાયક અને ધર્મોસંસ્કારોના પોષક સાહિત્યનું સર્જન, એ એમના જીવનનો નિત્યક્રમ બની ગયા હતા. સાહિત્યના અવલાકન અને આલેખનની આવી ઉત્કટ રુચિને લીધે તે સોલિસિટર જેવા ગંભીર વ્યવસાય વચ્ચે તેમ જ રાષ્ટ્રીય, સામાજિક અને શિક્ષણને લગતી જવાબદારીભરી સંખ્યાબંધ પ્રવૃત્તિએની વચ્ચે પણ ચિત્તની સ્થિરતા, બુદ્ધિની નિમ`ળતા અને આત્માની સ્વસ્થતારૂપે નિજાન ંદનો અનુભવ કરી શકતા હતા, અને પોતાના સમગ્ર જીવનને ધાર્મિકતા અને સંસ્કારિતાથી સુરભિત બનાવી શક્યા હતા. વિદ્યાપરાયણતા, ધામિ`કતા અને સંસ્કારપરાયણતારૂપ ત્રિવેણીસ ગમ સાધીને તેએએ પોતાના જીવનને કૃતાથ બનાવ્યું હતું. તેની ધાર્મિકતા કદાગ્રહી સાંપ્રદાયિકતા, અંધશ્રદ્ધાભરી સંકુચિતતા અને મા` ભુલાવનાર અહંકારથી મુક્ત, વ્યાપક તેમજ ગુણાની ચાહક હતી તેથી જ તેઓ જૈન ધ શાસ્ત્રોની જેમ અન્ય ધર્મના સાહિત્યનું પણ આદરપૂર્વક વાચન-મનન કરી શક્યા હતા. આમ તે। શ્રી મોતીચંદભાઈ એ અનેક વિષયના ધર્મગ્રંથાનુ અધ્યયન કર્યું હતું અને એમાંના કેટલાક ગ્રંથાનું ભાષાંતર કે વિવેચન પણ કર્યુ` હતુ`. પણ, એમ લાગે છે કે, યોગીરાજ શ્રી આન દધનજીએ એમના ચિત્ત ઉપર જાણે એક જાતનુ કામણ કર્યું હતું; અને એને લીધે તે, પદો અને સ્તવનારૂપે વ્યક્ત થયેલી, એમની તાત્ત્વિક અને મસ્તીભરી બધીય કાવ્યકૃતિએ મ`સ્પશી અને સ`ગ્રાહી અભ્યાસ કરવા પ્રેરાયા હતા. મમી. આનંદધનછની ચિંતનપૂર્ણ કાવ્યકૃતિના મમ'ને પામવામાં દિવસેા અને મહિનાઓ સુધી સહયતા અને નિષ્ઠાભર્યો પ્રયત્ન કરવામાં તેઓએ કયારેય સમયના લાભ ર્યાં નથી; ઊલટું, એ રીતે સમયને ઉપયોગ કરવામાં તેઓએ એક પ્રકારના આંતરિક સ ંતોષ અને આહ્લાદને જ અનુભવ કર્યાં હતા. યાગપુરુષ આન ધનજી સાથે શ્રી મોતીચંદભાઈના સવ યાગ જાણે એકરૂપ બની ગયા હતા. તેથી જ વિ. સં. ૧૯૬૭થી શરૂ થયેલ તેના આનદધન-સ્વાધ્યાય છેક વિ. સં. ૨૦૦૬ સુધી, લગભગ ચાર દાયકા સુધી, છૂટક છૂટક ચાલતા રહ્યો હતા ! અને એના પરિપાકરૂપે તેઓ શ્રી આનદધનજીની સમગ્ર કાવ્યકૃતિનું (૧૦૮ પદો અને ૨૨+૬ ક્ષેપક મળીને કુલ ૨૮ સ્તવનાનું) સવિસ્તર વિવેચન લખી શકયા હતા. આ પદોના અભ્યાસની શરૂઆત કેવી રીતે થઈ, તે અંગે શ્રી મેાતીચંદભાઈ એ પોતે જ “શ્રી આનંદ પહેલી આવૃતિ “શ્રી આનંદધન પદ્ય-રત્નાવલી” નામે પ્રગટ થઈ હતી, ધનજીનાં પદો ” ભાગ પહેલા કે જેની તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે~~ “આ પદો જિનમંદિરમાં, અન્ય ધામિ`ક પ્રસ ંગે ગવાતાં સાંભળ્યાં હતાં, પરંતુ એક પ્રસંગે તે વાંચવાના પ્રસ`ગ પ્રાપ્ત થતાં જણાયું કે તે પદો સામાન્ય રીતે સમજી શકાય તેમ નથી, તે સમજવા માટે શાસ્ત્રશૈલીનું ધણુ સ્પષ્ટ જ્ઞાન હેાય અને શ્રી આન ંદધનજીની ભાષા સમજતા હેાય તેવા અભ્યાસી વિદ્વાનની મદદની ખાસ આવશ્યકતા છે એમ લાગ્યું. અધ્યાત્મકલ્પદ્રુમનું મૂળ સંસ્કૃતમાં છે, તેને લાભ લેનારા કરતાં પણ આવાં પદોને શ્રવણ-મનન દ્વારા લાભ લેનાર વિશેષ મળવા સ ંભવિત ધારી તેની અંગવેષણા કરવા માંડી. દરમિયાન સંવત ૧૯૬૭ ના ચૈત્ર-વૈશાખની ઉનાળાની રજાના વખતમાં શ્રી ભાવનગર જવાનું થતાં ત્યાં શાંતમૂર્તિ શ્રીમદ્ વૃધ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી ગંભીરવિજયજી ગણિ, જેનુ આગમનું જ્ઞાન અનુભવસિદ્ધ અનેક પ્રસંગે થયું હતું, તેને આ પદના અર્થા સંભળાવવા વિનંતિ કરી. ܕ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 536