Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 8
________________ સેવન કરતાં કરતાં થોડે થોડે અંતરે ધર્મઆરાધકે ચકાસવાનું રહે છે કે હું મુકામની નજીક પહોંચી રહ્યો છું ને ? આ નિશ્ચય કરતાં કરતાં આગળના પંથે ચાલવાનું હોય છે. અહીં જે અમૃતધારામાં આપણને ભાતું મળે છે તે આ છે. સતત જાગૃતિ વિના ધર્મ ન સંભવે એ જાગૃતિના પૂરક ચક્રને ઊજવવાનું કામ આવા લખાણનું વાંચન કરતું હોય છે. આ પછીનાં પૃષ્ઠોમાં પથરાયેલા ચિંતનને સમજવાની ભૂમિકા પ્રાપ્ત કરવી જરૂરી છે. અહીં ઘણાં જ્ઞાનીના વચનોના ચિંતનનો રસથાળ પીરસવામાં આવ્યો છે. તેને પચાવવાની ક્ષમતા કેળવીને જે આરોગે છે તેને ચિત્તમાં તૃપ્તિ-પ્રાપ્ત થાય છે, તેના મોં પર દીપ્તિ રેલાય છે. થોડાક શબ્દોનો સ્વાદ માણીએ પૃ.૪૪ ઉ૫૨ ઉપાદાન અને નિમિત્તને કેન્દ્રમાં રાખીને જે વાતો કરી છે તે શાંતિપૂર્વક બે-ત્રણ વા૨ વાંચવા જેવી છે. પુરુષાર્થ અને પ્રારબ્ધના ચક્રમાં જેમ અનંત ચર્ચા પ્રવર્તે છે. તેવી જ ચર્ચા ઉપાદાન-નિમિત્તની પણ છે. તે વિષે અહીં સુંદર પ્રકાશ મળે છે. “સમીપ મુક્તિગામી જીવનું ઉપાદાન બળવાન હોય છે તે સિવાય સામાન્ય જીવો ઉપાદાનની શક્તિ ફોરવી શકતા નથી. નિમિત્તાધીન બની મહદ્ અંશે અશુભપણે જ વર્તતાં હોય છે. વળી ઉપાદાનની વાતોની જાણકારી થતાં નિમિત્તનો છેદ કરે તે પણ માર્ગ પામતાં નથી” આ બાબતની જે ચાર-પાંચ કંડિકા છે તે ધ્યાનથી વાંચવાથી આ વિષયની જે અસ્પષ્ટતા મનમાં હશે તે દૂર થઈ જશે અને સંતુલન રચાશે. આવી જ રીતે ડેરઠેર અનેક ગૂંચવાળા વિષયોને સરળ શબ્દોમાં સમજાવ્યા છે. તેવા વિષયોની આવી સમજ અન્યત્ર ગુજરાતી ભાષામાં જલદી જડતી નથી. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 282