Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 10
________________ માતુશ્રી પિતાશ્રી. પૂ શાંતાબહેન પુરુષોત્તમદાસ શાહ પૂ. પુરુષોત્તમદાસ ડાહ્યાભાઈ શાહ મુ. બાવળા, અમદાવાદ પૂ. માતુશ્રી અને પૂ. પિતાશ્રીની જીવન ઝરમર ગુજરાતમાં રાજનગરની નજીકમાં બાવળા નામે એક ગામ છે. જે ધર્મનિષ્ઠ છે. ત્યાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુ સુશ્રાવક શ્રી પુરુષોત્તમભાઈ અને તેમનાં ધર્મપત્ની સુશ્રાવિકા શ્રી શાંતાબહેન રહેતા હતા. જેનું નામ તેવા જ ગુણો હતા. તેમનામાં વિનયવિવેક, સરળતા, ગંભીરતા, ઉદારતા, નમ્રતા આદિ અનેક ગુણોથી તેઓનું વ્યક્તિત્વ મઢાયેલું હતું. તેઓનાં જીવનમાં ઘણાં જ નિયમો હતાં. બાવ્રત, ઉચ્ચરેલ, બ્રહ્મચર્યવ્રત તથા વેપાર-ધંધામાં પણ નાની ઉંમરથી જ અભિગ્રહ કરેલ હતો. જીવનમાં નિવૃત્ત થઈને ધર્મમય જીવન જીવવામાં જ પોતે આનંદ માણ્યો. સુદેવ-સુગુરુ અને સુધર્મમાં દઢ હતા. પોતે નિત્ય નિયમ પ્રમાણે અષ્ટ પ્રકારી પૂજા કરતાં, બંને ટંકનાં આવશ્યક પ્રતિક્રમણ-સામયિક-દેવવંદન વગેરે કરતા. સંસારમાં હતા પણ સંસારની કહેવાતી જંજાળથી ઘણા અલિપ્ત હતા. અમારા પૂ.માતુશ્રી પણ ધર્મપંથ ઉપર પૂ.બાપુજીનાં પગલે જ ચાલ્યા. અને સંસારની ગૃહસ્થીમાં રહીને પણ ધર્મની ઘણી જ આરાધના કરી હતી. તેઓએ જીવન દરમ્યાન. વરસીતપ, ત્રણ ઉપધાન, નવપદ ઓળી વિ. બધી જ નાની-મોટી તપ આરાધના કરી હતી. પોતાના સંતાનોને પણ તેઓએ ખૂબ જ ધર્મનાં સંસ્કાર સિંચ્યા. તેઓની સાથે પૂ. માતુશ્રીનાં બહેન એટલે કે અમારા પૂ. માસીબા જેલગ્ન પછી તરત જ વિધવા થયેલા તેઓ પણ ૪૦ વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 282