Book Title: Amrutdhara
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 13
________________ પૂજય આચાર્યશ્રીના શબ્દોના સ્વાગતની પૂર્તિ પરમ પૂજ્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી વિરચિત બત્રીસ બત્રીસીના વ્યાખ્યાકાર સમાનનામા પૂ.મુનિશ્રી યશોવિજયજી દ્વારા પ્રકાશિત ગ્રંથમાંથી પૂજ્ય આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા લખેલું પ્રસંગોચિત યશોજલધિ પ્રવેશે નાવા માંથી સંમતિસહ અવતરણ છે) વર્તમાન શ્રી સંઘમાં સર્વત્ર ભક્તિમાર્ગ પૂરબહારમાં ખીલેલો જોવા મળે છે. ભક્તિમાર્ગ ઉત્તમ છે. પણ તેમાં પ્રાણ પુરવાર જ્ઞાનમાર્ગ છે. જ્ઞાનવિવેક મૂલક ભક્તિ ભવનિસ્તારિણી છે. એ જ્ઞાનમાર્ગ પછી યોગમાર્ગ અને પછી ધ્યાનમાર્ગ એમ ઉત્તરોઉત્તર આરોહણ કરવાનું છે. વર્તન ભલે ભક્તિમાર્ગનું હોય પણ વલણ ઠેઠ ધ્યાનમાર્ગ સુધીનું હોવું જોઈએ. જ્ઞાનધારાથી અનુપ્રાણિત ભક્તિધારાપ્રાણવંતી જણાય છે. અન્યથા ભક્તિમાર્ગ ક્યારેક જ્ઞાન અને વિવેકના અભાવમાં ભવભ્રમણ હેતુ પણ બની શકે છે. આ જ્ઞાનધારાના - ધ્યાનધારાના દરવાજા ખોલવાનું શુભમુહૂર્ત આવી લાગ્યું છે. એ જ્ઞાનધારાનું મંગલાચરણ પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના ગ્રથના પઠનપાઠન દ્વારા થઈ શકે. પ્રભુના મંગલમય તારકમાર્ગનો અવિકલ બોધ કરવા માટે આ ગ્રંથો રાજમાર્ગ જેવા છે. એ ગ્રંથોમાં છુપાયેલા સારને બોધને પામવા માટે એવી જ નિર્મળ પ્રજ્ઞા જોઈએ. તેના વડે જ તેના રહસ્યને પામી શકાય. આ ગ્રંથો તો શ્રત આગમ ગ્રંથોના સાગર સુધી પહોંચવાની નાની નાવડીઓ છે. પ્રદ્યુમ્નસૂરિ પ્રસ્તુત ગ્રંથમાં મહામાનવ પૂર્વાચાર્યોના ગ્રંથના આધારે જે લેખન થયું છે તેને અનુરૂપ ઉપરના શબ્દ સ્ત્રોતનું સાભાર અવતરણ કર્યું છે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 282