Book Title: Agamonu Digdarshan Author(s): Hiralal R Kapadia Publisher: Vinaychand Gulabchand Shah View full book textPage 4
________________ નિમન્ત્રણ આ ચરાચર જગત્ મૂર્ત અને અમૂર્ત પદાર્થોને ભડાર છે. એમાં આત્મારૂપ અમૂર્ત, અમર અને સચેતન પદાર્થની બલિહારી છે. એની પેઠે એના જ્ઞાનાદિ ગુણો પણ અમૂર્ત છે. સંસારી અને વ્યવહાર એના નિવાસસ્થાનરૂપ દેહ ઉપર અવલખે છે. આ છે પિતાના વિવિધ અનુભવોને આ દેહરૂપ મૂર્તિને અનેકવિધ ઉપચાગ કરી વ્યક્ત કરે છે. આમાં વાણું અને લેખનક્રિયાને પણ સમાવેશ થાય છે. આ સાધને મૂર્ત હેવા છતાં અમૂર્ત ભાવના નિરૂપણમાં ન્યૂનતા આવવા દેતાં નથી. જેના મહર્ષિઓએ પિતાના જે અનુભવોને સત્ય સ્વરૂપે નિર્ભયતાપૂર્વક પ્રકાસ્યા તેને મુનિવરોએ અપ્રમત્તપણે વાણીમાં ઉતરી બન્યું તેટલે અંશે સાચવી રાખ્યા છે. એને આપણે “ આગમ' કહીએ છીએ. હું એને આત્માની ઉન્નતિ સાધવામાં સહાયક થનાર મન્દિર કહ્યું છું. આ આગમમન્દિરની મનોરમતા અને મહત્તાનું અને સાથે સાથે એની વિશાળતા અને ગહનતાનું દિગ્દર્શન કરાવવા મેં અત્ર નમ્ર પ્રયાસ કર્યો છે. મેં જે વિવિધ મન્તવ્ય રજૂ કર્યા છે તે દરેકનું મડન કે ખણ્ડન કરવા માટે આ પુસ્તકની મર્યાદાને લઇને જોગવાઈ ન હોવાથી એ બાબતે મેં જતી કરી છે. એવી રીતે અહીં જે જે આવૃત્તિઓ, ગુજરાતી ઇત્યાદિ ગિરામાં ગૂંથાયેલા અનુવાદ અને લેખ વિષે મેં ઉલ્લેખ કર્યો છે તેના ગુણદોષનું દર્શન કરાવી તેનું મૂલ્યાંકન કરાવવાની વૃત્તિને પણ મેં કી રાખી છે, કેમકે આ તે આગમ-મન્દિરના દર્શન માટેની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશથી કરાયેલ પ્રયાસ છે. આથી તે અતિશય સંક્ષેપમાં કે ખૂબ વિસ્તારથી નિરૂપણ કરવાનો મોહ ન રાખતાં મધ્યમ માર્ગને હું અનુસર્યો છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 250