________________
sis
नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રીસુધમસ્વિામિને નમઃ
Tags://
હું ૨૫ આઉરપચ્ચકખાણ-પDણય
(બીજું પ્રકિર્ણક-ગુર્જર છાયા
.
.
.
રય છે
[૧]છ કાયની હિંસાનો એક ભાગ જે ત્રસની હિંસા, તેનો એક દેશ જે મારવાની બુદ્ધિએ નિરપરાધી જીવની નિરપેક્ષપણે હિંસા, તેથી તથા જૂઠું બોલવા આદિથી નિવૃત્તિ પામેલો જે સમકિત દષ્ટિ જીવ મરે તે જિન-શાસનને વિષે (પાંચ મરણમાંનું) બાલ પંડિત મરણ કહેલું છે.
રિજિન શાસનમાં સર્વ વિરતિ અને દેશવિરતિએ બે પ્રકારનો યતિ ધર્મ છે, તેમાં દેશવિરતિને પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતો મળી શ્રાવકનાં બાર વત કહ્યાં છે. તે સર્વ વ્રતોએ અથવા એક બે આદિ વ્રત રૂપ તેના દેશે કરીને જીવ. દેશવિરતિ હોય છે.
[૩]પ્રાણીનો વધ, જૂઠું બોલવું અદત્તાદાન, અને પરસ્ત્રીનો નિયમ કરવા થી, તેમજ પરિમાણ રહિત ઈચ્છાનો નિયમ કરવા થી પાંચ અણુવ્રતો થાય છે. | [૪] જે દિવિરમણ વ્રત, અનર્થદંડ થકી નિવર્તવું તે અનર્થદંડ વિરમણ, અને દેશાવગાસિક મળી તે ત્રણ ગુણવ્રતો કહેવાય છે.
[]ભોગ-ઉપભોગનું પરિમાણ, સામાયિક, અતિથિ સંવિભાગ અને પૌષધ એ સર્વે (મળી) ચાર શિક્ષાવ્રત કહેલાં છે.
દિ-૭ઉતાવળું મરણ થવાથી, જીવિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા. સ્વજનોએ (સંલેખના કરવાની રજા નહિ આપવાથી છેવટની સંલેખના કર્યા વિના. શલ્યરહિત થઈ, પાપ આલોવી પોતાના ઘરને વિષે નિચે સંથારા ઉપર ચઢીને જો દેશવિરતિ થઈ મરે તો તે બાલપંડિત મરણ કહેવાય.
[૮] વિધિ ભક્તપરિણાને વિષે વિસ્તારથી બતાવેલો છે તે નક્કી બાલ પંડિત મરણને વિષે યથાયોગ્ય જાણવો.
[]કલ્પોપત્ર વૈમાનિક (બાર) દેવલોકને વિશે નિશ્ચય કરીને તેની ઉત્પતિ થાય છે અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચયે કરી સાતમા ભવને વિષે સિદ્ધ થાય છે.
[૧૦]જિનશાસનને વિષે આ બાલ પંડિત મરણ કહેલું છે. હવે પંડિત મરણ સંક્ષેપમાં કહું છું.
[૧૧] ભગવંત ! હું અનશન કરવાને ઈચ્છું છું. પાપ વ્યાપારને પડિક્કમું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org