________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
૩
ફરી પાછો ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો, માતા પિતા અને અન્ય કુટુંબીઓએ ખૂબ વિરોધ કર્યો. આમ દીક્ષા લે તો પત્ની ચંદનબહેનની શી સ્થિતિ થાય ? કામગરા ચુનીલાલ ઉપર મોટાભાઈને ખૂબ હેત. એમને તો ચુનીલાલ ચાલ્યા જાય તો પોતાની એક ભુજા કપાઈ જવા જેવું દુઃખ થાય. એટલે આ વિરોધમાં એ સૌથી મોખરે હતા. પણ ચુનીલાલ આ વખતે પાકો નિશ્ચય કરી ચૂક્યા હતા. એમનો આગ્રહ પણ કુટુંબીઓના આગ્રહથી ચઢી જાય એવો હતો. કુટુંબીઓએ અને બીજાઓએ ચુનીલાલને બહુ બહુ સમજાવ્યા, ધાકધમકી પણ આપી, પણ ચુનીલાલ કોઈ રીતે માન્યા નહીં. એક દિવસે તો પોતાની મેળે મસ્તકનું મુંડન કરાવીને એમણે સાધુવેષ પણ પહેરી લીધો! કુટુંબીઓ સામે થયા તો ત્રણ દિવસ લગી ભૂખ્યા-તરસ્યા એક ઓરડામાં ભરાઈ રહેવાનું એમણે મંજૂર રાખ્યું, પણ પોતાનો નિર્ણય ન છોડ્યો, છેવટે સૌને થયું કે આ વૈરાગી આત્મા હવે કોઈ રીતે ઘરમાં રહેશે નહીં. લગ્ન પ્રસંગે માતા-પિતાનો આગ્રહ સફળ થયો હતો, તો આ વખતે ચુનીલાલનો નિર્ણય સૌને મંજૂર રાખવો પડ્યો હતો. આ રીતે ચુનીલાલે પોતાની અણનમ સંકલ્પ શક્તિનો સૌને પરિચય કરાવ્યો. આ સંકલ્પબળ એમના સમગ્ર જીવનમાં અંત સુધી વ્યાપી રહ્યું હતું.
પણ કુટુંબનો આવો સજ્જડ વિરોધ હોય ત્યાં કોણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય ? એટલે પોતાની મેળે સાધુ વેશ પહેરીને ચુનીલાલ ઝાંપડાની પોળના ઉપાશ્રયમાં રહ્યા અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે કાળના મહાપ્રભાવક અને પરમ સાધુપુરુષ શ્રીમણિવિજયજી દાદાએ એમને લવારની પોળમાં સંઘની હાજરીમાં ભાગવતી દીક્ષા આપી. તે યાદગાર દિવસ વિ.સં. ૧૯૩૪ ના જેઠ વદિ બીજ, તે દિવસે ચુનીલાલ મુનીશ્રી સિદ્ધિવિજયજી બની ગયા. પૂ. મણિવિજયજી દાદાના એ સૌથી નાના શિષ્ય.
તે વર્ષનું ચોમાસું સિદ્ધિવિજ્યજીએ પોતાના ગુરૂ મણિવિજ્યજી દાદાની સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચોમાસું પૂરું થયું, એટલામાં રાદરમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. મણિવિજયજી દાદા હતા તો માત્ર પંન્યાસ જ; પણ આખા સંઘનું હિત એમના હૈયે વસેલું, અને સૌ કોઈની ચિંતા એ કર્યા કરતા. રત્નસાગરજીની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા; પણ માત્ર ચિંતા કરીને કે મોઢાની સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિશ્રી સિદ્ધિવિજ્યજીને સુરત પહોંચીને મુનિશ્રી રત્નસાગરજીની સેવામાં હાજર થઈ જવાની આજ્ઞા ફરમાવી.
મુનિ સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, ગુરૂ ઉપર એમને અપાર પ્રીતિ; અને ગુરૂસેવાની પૂરેપૂરી તમન્ના. વળી મણિવિજયજી દાદાની ઉંમર પણ ૮૨-૮૩ વર્ષની; અને વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાનો ડુંગર પણ ક્યારેક ક્યારેક ડોલતો લાગતો હતો. આ પરિસ્થિતિમાં મુ. સિદ્ધિવિજયજીનું મન ગુરૂજીના સાંનિધ્યનો ત્યાગ કરવા કોઈ રીતે ન માને. પણ ગુરૂની આજ્ઞા થઈ, ત્યાં તો છેવટે આજ્ઞા ગુરુમવિવારીયા અથવા ગુણોના નીયમી, માનીને એને માથે ચઢાવવી જ રહી. મુનિ સિદ્ધિવિજયજી સત્વરે સુરત શ્રીરત્નસાગરજીની સેવામાં પહોંચી ગયા અને એ ચોમાસું સુરત પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org