________________
૬
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
આટલા ઉગ્ર અને દીર્ઘ તપસ્વી છતાં તેઓ કદી કોધને વશ નહોતા થતા. હંમેશા સમતાભાવ ધારણ કરતા હતા એ વાત એમના તપસ્વી જીવન પ્રત્યે વિશેષ આદર ઉત્પન્ન કરે એવી છે. બહુ નારાજ થતા ત્યારે તેઓ દુઃખ સાથે માત્ર આટલું જ કહેતા : ‘હત, તારું ભલું થાય !” પણ સમતા અને લાગણીથી ભરેલા આટલા શબ્દો પણ કોઈની લાગણીને સ્પર્શી જવા બસ થઈ પડતા.
એમનો એક મુદ્રાલેખ હતો કે મનને જરાય નવરું પડવા ન દેવું, કે જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન કરી બેસે. એમની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને યોગની બધીય પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સતત કામ કરતી રહી છે. આવી અપ્રમત્તતાનો પાઠ શીખવાની બહુ જરૂર લેખાય.
એમના હાથે અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકાઓ થઈ છે અને ભાઈ-બહેનોની દીક્ષાઓ તો એમના હાથે સેંકડોની સંખ્યામાં થઈ છે. આમ છથી એમનો પોતાનો શિષ્ય સમુદાય ચાલીશેક સાધુઓનો જ છે, એ બીના એમ બતાવે છે કે તેઓ શિષ્યમોહમાં ફસાયા ન હતા. એમને તો ફક્ત એટલાથી જ સંતોષ અને આનંદ થતો કે અમુક ભાઈ કે બહેનને ધર્મબોધ થયો છે, ભલે પછી એ ગમે તેનાં શિષ્ય-શિષ્યા બને. શિષ્ય માટેની આવી નિરીહવૃત્તિ સાચે જ વિરલ ગણાય.
શિષ્યો પ્રત્યે વાત્સલ્ય પણ એમને બહુ. જે કોઈને અભ્યાસ કરવો હોય, એને માટે જોઈતી બધી જ સગવડની ચિંતા તેઓ રાખે.
પોતાના જીવનને તો એ પૂર્ણ સ્વાશ્રયી રાખવા જ પ્રયત્ન કરતા. બને તેટલી બીજાની ઓછી સેવા લેવી પડે, એ રીતે એમણે એમના જીવનને કેળવ્યું હતું.
પોતાના ગુરૂને એ કદી પણ ન વિસરી શકતા. ૧૯૫૯ ની સાલમાં સાણંદમાં પૂ. મણિવિજયજી દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પૂ. બાપજી તે વખતે ન જઈ શક્યા તો છેવટે બિમારી અને સખત તાપ હોવા છતાં વિહાર કરીને સાણંદ જઈને ગુરૂપૂર્તિનાં દર્શન કર્યા ત્યારે જ એમને સંતોષ થયો.
અને એક અજબ વાત તો જુઓ; વીશેક વર્ષ પહેલાંની આ વાત છે. અમદાવાદના રાજમાર્ગ ઉપર એક વયોવૃદ્ધ સાધુ, બાળક પા-પા ડગલી માંડે એમ, થોડું થોડું ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમના દીલમાં ૮૫ વર્ષની જેઈફ ઉમરે ગિરનાર અને શત્રુંજયના પહાડો ચઢીને ત્યાં બિરાજતા દેવાધિદેવનાં દર્શન કરવાના કોડ જાગે છે. એ પૂ. બાપજી, એ ઉમરે ધીમી ધીમી મજલ કાપીને, ડોળીની મદદ લીધા વગર, એ બન્ને ગિરિરાજોની યાત્રા કરીને પાછા ફર્યા. કોઈએ પાલીતાણામાં ચોમાસું કરવાનું સૂચન કર્યું તો, આટલી ઉંમરે ગિરિરાજની સ્પર્શના મુશ્કેલ અને તીર્થભૂમિની નિરર્થક આશાતના થાય, એ માટે એમણે એનો ઈન્કાર કર્યો. આટલી વૃદ્ધ ઉંમરે આટલી જાગૃતિ સૌ કોઈને નમન કરવા પ્રેરે એવી છે.
એમની દીક્ષા બાદ પાંચેક વર્ષે એમનાં પત્ની, સાસુ અને સાળાએ પણ દીક્ષા લીધી હતી. એમનાં પત્નીનું નામ ચંદન શ્રીજી રાખ્યું હતું. તેઓનો પણ આજે ત્રણસો જેટલો સાધ્વીપરિવાર છે.
વખતને સાચવવામાં પણ બાપજી પૂરા ખબરદાર, નક્કી સમયે નિર્ણત કામ થવું જ જોઈએ. ક્યાંક પૂજામાં જવાનું હોય, અને સામો વખતસર તેડવા ન આવે તો, આચાર્ય હોવા છતાં તેઓ વખતસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org