________________
૧૦ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
સં. ૧૯૭૫માં મહેસાણામાં તેઓશ્રીની આચાર્ય પદવી વખતે તેઓશ્રીની આજ્ઞાથી અમારે જવાનું થયું. મહા સુદ પના પદવી થઈ હતી, બાદ વિહાર કરી ચૈત્ર સુ. ૧૩ના પાલીતાણામાં પ્રવેશ થયો હતો. ત્યાં સુયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગના જોગ કરાવી તેઓશ્રીએ અષાડ સુદ ૩ના ભગવતીજીના જોગમાં પ્રવેશ કરાવેલ. સં. ૧૯૭૬ના કારતક વદ ૫ ના ગણિ-પન્યાસપદવી તેઓશ્રીના હસ્તે થઈ.તે વખતે પાલીતાણામાં તેઓશ્રીની નિશ્રામાં ઉપધાન થયાં હતાં અને માળ પણ તેજ દિવસે હતી. લોદ્રાણીવાલા મેતા રૂપશીભાઈને સમાવિજયજીના નામે મારા નામની દીક્ષા આપી હતી.
સં. ૧૯૮૫માં મહા સુદમાં તેઓશ્રીને વંદન કરવા ગયા હતા ત્યારે અમોને, પંન્યાસજી મનોહરવિજયજી તથા પન્યાસ માણેકસાગરજી ત્રણેને તેઓશ્રીજીએ તથા સાગરજી મહારાજે ઉપાધ્યાય પદવી આપી. ૧૯૮૮નું ચોમાસું અમદાવાદ પગથીયાના ઉપાશ્રયે કર્યું અને ૧૯૮૯ પોષ વદ ૭ના તેઓશ્રીના વરદ હસ્તે અમોને હાજા પટેલની પોળમાં વીશા શ્રીમાળી નાતની વાડીમાં આચાર્ય પદવી આપી કનકસૂરિજી તરીકે જાહેર કર્યા. તે ચોમાસામાં મુનિ ક્ષમાવિજયજી, કાન્તિવિજયજીને મહાનિશીથ અને મુનિ દીપવિજયજીને ઉતરાધ્યયનથી અનુયોગદ્વાર સુધી યોગ વહન તેઓશ્રીની નિશ્રામાં થયા. ૧૯૯૬નું ચોમાસું સાહેબજીની નિશ્રામાં વિદ્યાશાળામાં કર્યું હતું. શ્રીકંચનવિજયજીને કલ્પસૂત્રના યોગ કરાવ્યા હતા. ૧૯૯૯માં અમોને શાહપુર-અમદાવાદ ચાતુર્માસ માટે મોકલ્યા હતા, શ્રી કંચનવિજયજીને વિદ્યાશાળાએ રાખી મહાનિશીથના જોગ કરાવ્યા હતા. સં. ૨૦00, ૨૦૬, ૨૦૦૯નાં ચોમાસાં અમદાવાદમાં તેઓશ્રીની નિશ્રામાં કયાં ૨૦૦૦માં મુનિશ્રી દીપવિજયજીને વ્યાખ્યાન માટે બે વર્ષ રાખ્યા બાદ મુનિ કંચનવિજયજીને રોકયા હતા. બીજે ચોમાસે આ. વિજયરામચન્દ્રસૂરીજી મહારાજનો વિદ્યાશાળામાં વ્યાખ્યાનનો લાભ મળતાં કંચનવિજયજીને સોસાયટીમાં મોકલેલ, બાદ પણ બે વર્ષ રાખેલા.
તેઓશ્રીના પરિચયથી અમને તેઓશ્રીના અનેકાઅનેક ગુણ જોવા મળ્યા છે. તેઓશ્રીએ ઉપધાન ઊજમણા મુનિવરોને યોગવહન આદિ અનેક ઉપકાર કરેલ છે. તેઓશ્રીના સ્વર્ગવાસથી સંઘમાં મોટી ખોટ પડી છે. તેઓશ્રીને અમારા કોટિ વંદન હો. તેઓશ્રીજી શાશ્વત સુખ પામો એજ શુભ ભાવના.
પૂ.બાપજી મ.ની ચાતુર્માસની યાદી સંવત સ્થળ | સંવત સ્થળ સંવત સ્થળ I સંવત સ્થળ ૧૯૩૪ અમદાવાદ ૧૯૫૨-૫૩ છાણી ૧૯૬૫ મહેસાણા ૧૯૭૯-૮૦ અમદાવાદ ૧૯૩૫ રાંદેર
૧૯૫૪ ખેરાલુ ૧૯૬૬-૬૭ ભરૂચ ૧૯૮૧ સાણંદ ૧૯૩૬-૪૩ સુરત ૧૯૫૫ સુરત(?) ૧૯૬૮-૬૯ છાણી ૧૯૮૨
વડનગર ૧૯૪૪. પાલીતાણા ૧૯૫૬-૫૭ સુરત ૧૯૭૦-૭૧ ભરૂચ ૧૯૮૩ મહેસાણા ૧૯૪૫ ભરૂચ ૧૯૫૮ રતલામ ૧૯૭૨ છાણી ૧૯૮૪ પાટણ ૧૯૪૬ અમદાવાદ | ૧૯૫૯ પાટડી ૧૯૭૩ અમદાવાદ ૧૯૮૫-૮૬ અમદાવાદ ૧૯૪૭ પાલીતાણા ૧૯૬૦ અમદાવાદ[૧૯૭૪ મહેસાણા ૧૯૮૭ પાટણ ૧૯૪૮ વીરમગામ | ૧૯૬૧ પાલીતાણા ૧૯૭૫
પાલીતાણા
T૧૯૮૮-૯૦ અમદાવાદ ૧૯૪૯ ઊંઝા ૧૯૬૨
૧૯૭૬ રામપુરા ૧૯૯૧ સાણંદ ૧૯૫૦ ભરૂચ
૧૯૬૩
રતલામ ૧૯૭૭ અમદાવાદ ૧૯૯૨-૯૩ અમદાવાદ ૧૯૫૧ વડોદરા ૧૯૬૪
૧૯૭૮ સાણંદ ૧૯૯૪ સાણંદ
૧૯૯૫-૨૦૧૫ અમદાવાદ
ઈન્દોર |
સાદડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org