Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 9
________________ [9] મનની વિશાળતાને કારણે કોઇ યાચક તેમનાથી નિરાશ થયો ન હતો. જ્ઞાન, ધ્યાન, સેવા અને પરમાર્થના કામોમાં એમણે ધનનો સદુપયોગ કર્યો. જીવન નિત્ય-નિયમાનુસાર તેમણે વ્યતીત કર્યું. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે અન્ય હિન્દુ શીખોની જેમ લાલાજીએ વિશાળ કારભાર છોડી પાકિસ્તાનમાં આવેલ પંજાબનો ત્યાગ કરી ભારતમાં આશ્રય લીધો. દિલ્હીમાં આવી તેમણે પોતાનો મૂળ વ્યવસાય શરૂ કર્યો. તેમના પરિવારે વ્યવસાયને ખૂબ વિકસાવ્યો. નવાં કારખાનાં પણ સ્થાપ્યાં. તેમની દુકાને સાબુ ખરીદનારાઓની ભીડ રહેતી. વિ. સં. ૨૦૧૨માં તેમનું દેહાવસાન થયું. તેના એકવીશ દિવસ પહેલાંથી તેમણે સાંસારિક મોહ છોડવાના પ્રયત્નનો આરંભ કરેલ અને સ્વબળશુદ્ધિ માટે ધ્યાનમાં તલ્લીન રહેવાનું શરૂ કરેલું. શેઠ નાથાલાલ એમ. પારેખ કે જેમની પુણ્ય સ્મૃતિમાં ડૉ. જૈનને રિસર્ચ સ્કોલરશિપ આપવામાં આવી તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે ઃ સૌરાષ્ટ્રમાં આવેલ જેતપુર નામના ગામમાં સન ૧૯૦૯માં શ્રી નાથાલાલ પારેખનો જન્મ થયો હતો. તેઓ જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતાજીનો દેહાંત થયો. પરિણામે એમના લાલનપાલનનો બોજો એમની માતા ઉપર આવી પડ્યો. તેમને એકવીશ વર્ષની ઉંમરે ચોખાની મિલમાં કામ કરવા માટે રંગૂન જવું પડ્યું. ત્યાંથી પાછા ફરતાં મુંબઇમાં એક શીશીના વેપારીની દુકાનમાં લહીયા તરીકે એમની નિયુક્તિ થઇ. ત્યાર પછી એમણે જાતે વેપાર કરવાનો નિશ્ચય કર્યો અને ઘરે ઘરે ફરીને ખાલી શીશીઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. તેમનો સંપર્ક એક જાણીતી જર્મન કંપની સાથે થયો અને પછી તેમનો પ્રેસ સ્થપાતાં લેબલ ઉદ્યોગમાં તેમણે ઘણી સફળતા પ્રાપ્ત કરી. તે અરસામાં શ્રી પારેખ સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવા લાગ્યા અને પોતાની યોગ્યતા અનુસાર તેમણે બે ડઝનથી વધારે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, અધ્યક્ષ અથવા મંત્રી તરીકેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 530