Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Author(s): Chandrakant Shantilal Kothari Publisher: Chandrakant Shantilal Kothari View full book textPage 5
________________ પ્રસ્તાવના આજથી ૨૪૯૦ વર્ષ પૂર્વે, સત્ત શ્રી મહાવીર દેવે, પેાતાના આયુષ્યના સાળ પ્રહર બાકી રહ્યા ત્યારે, ભવ્ય જીવેાના કલ્યાણાર્થે, અપાપા નગરીમાં હસ્તીપાળ રાજાની લેખન શાળામાં, નવ મહલી અને ન-લિક્છી ગણના રાજાએ એકત્ર થયા હતા અને જે ભગવાન મહાવીરના સાન્નિધ્યમાં છ પૌષધનું વ્રત લઈ ધર્મારાધન કરી રહ્યા હતા, તે વખતે ભગવાન મહાવીર સ્વામીએ આ ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ અસર દેશના આપી હતી. આથી જ આ સૂત્રને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભ. મહાવીરની અંતિમ દેશના કહેવામાં આવે છે. આ સૂત્ર ભવ્ય જીવાતે આત્મકલ્યાણા ખૂબ જ ઉપયાગી છે. આ પુસ્તકની પહેલી આવૃત્તિ અમદાવાદ નિવાસી શ્રી બુધાભાઈ મહાસુખરામ શાહે (હાલમાં શ્રી યામુનિજી ) ઇ. સ. ૧૯૫૨ માં પ્રકાશિત કરેલી. તેને આજે બાર વર્ષ વીતી ગયા છે અને અભ્યાસી વની આ પુસ્તક માટે ખૂબ જ માગણી હતી, તે લક્ષમાં લઇ, અમે એ તે પ્રસિદ્ધ કરી છે અને વિના મૂલ્યે આપવાનું નકી કર્યુ છે. તે જિજ્ઞાસુ ભાઈબહેને આ લાભ લઈ અધ્યયન અને નિદિધ્યાસન કરી આત્મ પ્રગતિ સાધવા પ્રેરાશે તે અમારા હેતુ સિદ્ધ થશે. • . આ પુસ્તક અમદાવાદમાં સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણલાલ સંધવી દ્વારા છપાવવામાં આવ્યું છે. તેઓએ પ્રથમ આવૃત્તિ પ્રમાણે જ ગાથાઓ અને ભાત્રા રાખ્યા છે, છતાં પ્રાકૃત ગાથા માટે સંતબાળ કૃત જૈન સિદ્ધાન્ત પાઠમાળા 'ના આશ્રય લઈ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખી છે તેમજ ભાષાંતર પણ વ્યવસ્થિત કર્યું છે તે માટે અમે તેમને આભાર માનીયે છીએ, તેમ છતાં ક્રાઈ અશુદ્ધિ રહી જવા પામી હાય તેા વિના સુધારી લેશે એ વિનંતી. -પ્રકાશક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 374