________________ જિન-વાણી મનુષ્ય દેહ મળ્યા પછી પણ મનુષ્યને " મનુષ્યત્વ, શાસ્ત્રનું શ્રવણ, ધમની શ્રદ્ધા અને સંયમની શક્તિ ' એ ચાર અંગ મળવા અતિ દુર્લભ છે, જ્યાં સુધી ધડપણ આવ્યું ન જ્યાં સુધી રાગનો ઉપદ્રવ થયો નથી, જ્યાં સુધી ઈન્દ્રિયો અને અગ ક્ષીણ થયાં નથી, ત્યાં સુધી મનુષ્ય અવશ્ય ધમને આચરવે જોઈ એ. ડાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડી વાર જ ટકી શકે છે તે જ પ્રકારે મનુષ્યનું જીવન પણ ક્ષણિક છે, એમ સમજી હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. ગળું કાપનાર યાહીન વૈરી પણ તે અહિત નથી કરતો, કે | જે અહિત દુરાત્મા છે તે પોતાનું કરે છે. દુરાત્માને મૃત્યુના મુખમાં || પડતાં મહાન પશ્ચાત્તાપ થાય છે.