________________
& સરળ ગુજરાતી ભાવાર્થ
અને તેમના ચંદ્ર- સૂર્ય વગેરે વર્ણવીને પાંચ ઈન્દ્રિયોના વિષયનું વર્ણન છે.
જ્યોતિષ્મ ઉદ્દેશકમાં દેવતાઓની દિવ્યગતિ, વૈય શક્તિ વગેરેનું વર્ણન છે. વૈમાનિક દેવોના પહેલા ઉદ્દેશકમાં વૈમાનિક દેવોના વર્ણન પછી તેમની સંખ્યા, સ્થિતિ વગેરેનું વર્ણન છે અને બીજા ઉદ્દેરાકમાં તે દેવોના વિમાનોના આધાર, સંસ્થાન, ઊંચાઈ, ઉત્પત્તિ, તથા તે દેવોના રારીરોના વર્ણ, પુદ્ગલ વગેરે વર્ણવીને અંતે નારકીયો, તિર્યંચો અને મનુષ્યો તેમજ દેવોના જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ, કાળ વગેરેનું વર્ણન છે.
(૪) પંચવિધ જીવ પ્રતિપત્તિ
આ પ્રતિપત્તિમાં સંસારના પાંચ પ્રકારના જીવો - એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ની સ્થિતિ, કાલ, અંતર વગેરે વર્ણવ્યા છે.
(૫) ષવિધ જીવ-પ્રતિપત્તિ
આ પ્રતિપત્તિમાં સંસારના પૃથ્વીકાયિથી માંડીને ત્રસકાયિક સુધીના જીવોના છ પ્રકારો જણાવીને તેમના સ્થિતિ, કાળ વગેરેનું વર્ણન છે.
(૬) સવિધ જીવ-પ્રતિપત્તિ
(૭) અષ્ટવિધ જીવ-પ્રતિપત્તિ
(૮) નવવિધ જીવ-પ્રતિપત્તિ
આ ત્રણ પ્રતિપત્તિઓમાં સંસારી જીવોના અનુક્રમે સાત, આઠ અને નવ પ્રકારો બતાવીને તેમના સ્થિતિ, કાળ, વગેરેનું વર્ણન છે.
(૯) દાવિધ જીવ-પ્રતિપત્તિ
આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના ૧૦ પ્રકારો અને તેમના સ્થિતિ, કાળ, વગેરેના વર્ણન પછી અસિદ્ધ અને સિદ્ધ, સવેદક અને વેદક તેમજ અજ્ઞાની અને જ્ઞાની એમ બેબે પ્રકારના જીવોની ચર્ચા પછી ત્રણ-ત્રણ પ્રકારના, ચાર-ચાર પ્રકારના, પાંચ-પાંચ
પ્રકારના થી દસ – દસ પ્રકારના જીવોનું અસિદ્ધ અને સિદ્ધ વગેરે વર્ણન છે.
蛋蛋
श्री आगमगुणमजूषा ३७ 新蛋蛋蛋(